શોધખોળ કરો
Advertisement
Covid 19: ડૉક્ટરો પર હુમલાને લઈને ભડક્યા હેમા માલિની, જાણો શું કહ્યું ?
મુરાદાબાદમાં ડૉક્ટોરોની ટીમ પર થયેલા હુમલાની ઘટના પર અભિનેત્રી અને મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: મુરાદાબાદમાં ડૉક્ટોરોની ટીમ પર થયેલા હુમલાની ઘટના પર અભિનેત્રી અને મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ નારાજગી વ્યક્ત કરી છે. એક વીડિયોમાં મુરાદાબાદ મેડિકલ ટીમ પર હુમલો કરનારા લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું બે દિવસ પહેલાની વાત છે, કેટલાક લોકોએ એમ્બ્યૂલન્સ પર હુમલો કર્યો અને પથ્થરમારો કર્યો, શર્મ આવવી જોઈએ.
હેમા માલિનીએ કહ્યું, 'બીજા લોકડાઉન બાદ પણ આવી ઘટનાઓ. થોડી માનવતા બાકી રાખો. કોરોના વૉરિયર્સ પોતાના જીવ જોખમાં નાખી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણી મદદ કરે છે. ડૉક્ટર્સ, સ્વાસ્થ્યકર્મી, પોલીસકર્મી અને મીડિયાકર્મી પર હુમલા કરનારા કાયરોને પાઠ ભણાવવો જોઈએ. પ્રશાસને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, યાદ રાખો કોરોના વૉરિયર્સ છે તો જિંદગી છે.'
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 14 હજાર 378 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે. 1992 લોકો સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement