હવે આ કપલની વેડિંગ ડેટ મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. કપલ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. લગ્નનું આયોજન ભારતમાં થશે અથવા તો અમેરિકા તે અંગે હજી સુધી કોઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
2/6
આ પ્રકારે ટુંકમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહેલા આ કપલની વાર્ષિક કમાણી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે થઈ જશે. 18 ઓગષ્ટના રોજ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની અને સગાઇ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
3/6
બીજી તરફ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની વાત કરીએ તો વર્ષ 2017નાં ફોર્બ્સનાં રિપોર્ટ અનુસાર પ્રિયંકા મોસ્ટ પાવરફુલ વુમેનની યાદીમાં 97માં નંબર પર હતી. આ રિપોર્ટમાં પ્રિયંકાની વાર્ષીક કમાણી 64 કરોડ રૂપિયા જાણવા મળ્યું છે.
4/6
નિકની કમાણી ડેઈલી મેઈલ એસ્ટીમેટ્સના એક રિપોર્ટ અનુસાર વાર્ષિક 25 મિલિયન છે. એટલે કે નિક વાર્ષિક 171 કરોડ રૂપિયા કમાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આંકડો 1 જૂન 2016થી 1 જૂન 2017 સુધીનો છે. જે તેની કમાણીનાં બહાર પડેલા રિપોર્ટ પર બેઝ્ડ છે.
5/6
બંન્ને સ્ટારડમનો અંદાજ તેમના લક્ઝરી લાઈફસ્ટાઈલ પરથી સ્પષ્ટ જોવા મળે છે. જો બંન્નેની વાર્ષિક કમાણીની વાત કરીએ તો બંન્ને અખુટ સંપત્તીના માલિક છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકન સિંગર નિક જોન્સન કમાણી મુદ્દે પ્રિયંકા ચોપડા કરતા ઘણો આગળ છે.
6/6
મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈની જાહેરાત બાદ ટુંકમાં જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. પ્રિયંકા અને નિકનું નામ પોત-પોતાની ઈન્ડસ્ટ્રીના જાણીતા હસ્તીઓ પૈકી એક માનવામાં આવી રહ્યું છે.