શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની ઉંમરે નિધન, ન્યૂરોક્રાઈન ટ્યૂમરની હતી બીમારી
ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી.
મુંબઈ: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું મુંબઈ ખાતે આજે નિધન થયું છે. તેમને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતની જાણકારી ડિરેક્ટર સુજિત સરકારે ટ્વીટ કરીને આપે છે.
ઇરફાન ખાનની તબિયક ખૂબ જ બગડી ગઈ હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનની મોતની જાણકારી આપતા પરિવાર તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જે ખૂબ જ ભાવુક કરનારું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મને વિશ્વાસ છે, મેં આત્મસમર્પણ કરી દીધું છે.’ ઇરફાન ખાન ઘણી વખત આ શબ્દોનો ઉપયોગ કરતા હતા. વર્ષ 2018માં કેન્સર સામે લડતા સયમે પણ ઇરફાને પોતાની નોટમાં આ વાત કહી હતી. ઇરફાન ખાન ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાની વાત કહેતા હતા અને વાત કરવા માટે પોતાની આંખોનો ઉપયોગ વધારે કરતાં હતા.” નોંધનીય છે કે, ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી. લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા. જો કે હાલમાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા. સિને જગતમાં પોતાના યોગદાન માટે ઇરફાન ખાનને ઘણાં મોટા એવોર્ડ મળ્યા હતા. ઇરફાન ખાનને 2011માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2012માં તેમને ફિલ્મ પાન સિંહ તોમર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. તેમને 2004માં બેસ્ટ એક્ટર ફોર નેગેટિવ રોલ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ઉપરાંત વર્ષ 2008માં બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ માટે પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.My dear friend Irfaan. You fought and fought and fought. I will always be proud of you.. we shall meet again.. condolences to Sutapa and Babil.. you too fought, Sutapa you gave everything possible in this fight. Peace and Om shanti. Irfaan Khan salute.
— Shoojit Sircar (@ShoojitSircar) April 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement