શોધખોળ કરો

ત્રણ વાર છૂટાછેડા, ચોથા પતિએ જેનિફર લોપેઝને આપી 80 કરોડની વીંટી, જુઓ ફોટા

હોલિવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝના ત્રણ વાર લગ્ન તૂટી ચૂક્યા છે અને પાંચ વાર સગાઈ તૂટી છે. દરેક વખતે તેને ખૂબ જ મોંઘી વીંટીઓ ગિફ્ટમાં મળી છે

હોલિવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝ તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. તેણીના નવા ઇન્ટરવ્યુમાં, તેણીએ જણાવ્યું કે તેના પતિ અને અભિનેતા બેન એફ્લેકે તેની સગાઈની રીંગમાં કયો ખાસ સંદેશ લખ્યો હતો. 53 વર્ષની જેનિફરે એ પણ જણાવ્યું કે તેની રીંગની અંદરના શબ્દોનો તેના માટે શું અર્થ થાય છે.

ત્રણ વાર છૂટાછેડા, ચોથા પતિએ જેનિફર લોપેઝને આપી 80 કરોડની વીંટી, જુઓ ફોટા

 જેનિફર લોપેઝના ત્રણ વાર થઈ ચૂક્યા છે ડિવોર્સ 

16 જુલાઈ 2022ના રોજ 53 વર્ષની જેનિફર લોપેઝે જુલાઈ 2022માં બેન એફ્લેક સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેણે ઓગસ્ટ 2022માં અભિનેતા સાથે વધુ એક વખત લગ્ન કર્યા. બેને જેનિફરને પ્રપોઝ કર્યું તે વખતે તેને ખાસ સગાઈની વીંટી આપી. તેની કિંમત લગભગ 40થી 80 કરોડથી વધુ છે. જેનિફરે જણાવ્યું કે આ રિંગમાં 'હું ક્યાંય નહીં જાઉ' તેવો સંદેશો લખ્યો હતો. જેનિફરે એપલ મ્યુઝિક 1ના જેન લો સાથેની વાતચીતમાં કહ્યું, 'જ્યારે તેણે મારી સાથે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તે તેના ઈમેલના અંતમાં આ જ વાત લખતો હતો. જાણે તે કહેતો હોય કે 'ચિંતા ના કર, હું તને હવે નહીં છોડું'.

ત્રણ વાર છૂટાછેડા, ચોથા પતિએ જેનિફર લોપેઝને આપી 80 કરોડની વીંટી, જુઓ ફોટા

બેન એફ્લેક અને જેનિફર લોપેઝે 2022માં કર્યા લગ્ન 

બેન એફ્લેક અને જેનિફર લોપેઝે 2022માં લગ્ન કર્યા પહેલા થોડા સમય માટે એકબીજાને ડેટ કરતાં હતા. વર્ષ 2002માં બંને રિલેશનશિપમાં હતા. બંનેની સગાઈ થઈ ગઈ હતી, પરંતુ લગ્ન ન થઈ શક્યા અને સંબંધોનો અંત આવ્યો. બે દાયકા પછી, બંનેએ ફરીથી ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને હવે લગ્ન કરી લીધા છે. જોકે બેન એફ્લેક સિવાય, જેનિફરની સગાઈ અન્ય ઘણા સેલેબ્સ સાથે થઈ હતી. બેન સિવાય જેનિફરે પાંચ વખત સગાઈ કરી છે. દરેક વખતે તેને તેના પાર્ટનર પાસેથી જોરદાર વીંટી મળી છે. અમે તમને આ બધા વિશે જણાવી રહ્યા છીએ.

ત્રણ વાર છૂટાછેડા, ચોથા પતિએ જેનિફર લોપેઝને આપી 80 કરોડની વીંટી, જુઓ ફોટા

1997માં જેનિફર લોપેઝે પ્રથમ વખત લગ્ન કર્યા. આ લગ્ન પહેલા તેના ભાવિ પતિ અને રેસ્ટોરન્ટના માલિક ઓજાની નોઆએ તેને 8 કરોડ રૂપિયાની હીરાની વીંટી આપી હતી. લગ્નના એક વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. જેનિફરે 2001માં બેકઅપ ડાન્સર ક્રિસ જુડ સાથે લગ્ન કર્યા હતા. બંને સિંગરના ગીત લવ ડોન્ટ કોસ્ટ અ થિંગના મ્યુઝિક વીડિયોના શૂટિંગ સેટ પર મળ્યા હતા. ક્રિસે જેનિફર લોપેઝને નીલમણિની વીંટી આપી, જે છ આંકડાની હતી. બંનેના લગ્ન એક વર્ષથી વધુ સમય ચાલ્યા નહી.  2002માં બેન એફ્લેકે જેનિફર લોપેઝને સૌપ્રથમ પ્રપોઝ કર્યું હતું. ત્યારપછી બેને તેણીને 6.10 કેરેટની રેડિયન્ટ કટ પિંક હેરી વિન્સ્ટન હીરાની વીંટી આપી. અહીંથી જ રંગીન ડાયમંડ રિંગ્સનો ટ્રેન્ડ શરૂ થયો. આ સાથે ગુલાબી હીરાની વીંટીનો ભાવ પણ વધ્યો. જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથેના બ્રેકઅપ પછી ગાયક માર્ક એન્થોની સાથે સગાઈ કરી લીધી. એન્થોનીએ તેને 8.5 કેરેટની બ્લુ ડાયમંડ રીંગ સાથે પ્રપોઝ કર્યું હતું. આ વીંટી પણ હેરી વિલ્સનના કલેક્શનમાંથી હતી. બંનેના લગ્ન 2003માં થયા હતા. આ પછી બંને 2011માં અલગ થઈ ગયા. બંનેના છૂટાછેડા 2015માં ફાઇનલ થયા હતા.

જેનિફર લોપેઝને 80 કરોડની વીંટી આપી 

એલેક્સ રોડ અને જેનિફર લોપેઝે વર્ષ 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ 2019માં સગાઈ કરી હતી. એલેક્સે લોપેઝે નીલમણિ કટ સ્પાર્કલર રિંગ સાથે પ્રપોઝ કર્યું. આ વીંટી 10 થી 15 કેરેટની હતી. આ સગાઈ 2021માં તૂટી ગઈ હતી અને સંબંધોનો અંત આવ્યો હતો. 17 જુલાઈ 2022ના રોજ, જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે લાસ વેગાસમાં લગ્ન કર્યા. આ પછી ચાહકોને લગ્નની વીંટીની ઝલક પણ જોવા મળી. આ વીંટી સફેદ સોનાની બનેલી છે અને તેની સગાઈની વીંટી સાથે મેળ ખાય છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Embed widget