શોધખોળ કરો
Advertisement
IIFA ઇવેન્ટમાં મોડા આવવા બદલ આ એક્ટરે કેટરીના કૈફના પગે પડી માગી માફી, જુઓ Video
આઇફા આયોજકોએ એવોર્ડ સેરેમનીની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં કેટરીના કૈફ, કાર્તિક આર્યન અને દીયા મિર્ઝા સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ કાર્તિક આર્યન બોલિવૂડ એક્ટર્સની હાલની પેઢીના સૌથી જિંદાદિલ એક્ટરોમાંથી એક છે. બુધવારે મોડી સાંજે મુંબઈમાં થયેલ આઈફાની પ્રેસ કોન્ફરન્સમાં આર્યનનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. જ્યારે તેણે બધાની વચ્ચે સ્ટે જ પર સીનિયર એક્ટ્રેસ કેટરીના કૈફના પગે પડ્યો. કોઈને અંદાજ ન હતો કે કાર્તિક આવુ કંઈક કરશે, માટે ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા.
આઇફા આયોજકોએ એવોર્ડ સેરેમનીની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં કેટરીના કૈફ, કાર્તિક આર્યન અને દીયા મિર્ઝા સામેલ થયા હતા. કાર્તિક ઈવેન્ટમાં થોડો મોડો પહેંચ્યો હતો. જ્યારે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ તો કેટરીનાએ મજાક કરતાં કહ્યું કે, કાર્તિક સૌથી પહેલા તમે મોડા આવવા બદલ લોકોની માફી માગવા ઈચ્છો છો. તેના પર કાર્તિકે વિલંબ કર્યા વગર કેટરીનાના પગે પડી માફી માગવા લાગ્યો અને કહ્યું- કાલે રણવીર બધાના પગે પડ્યો હતો. આજે હું તમારા પગે પડું છું. કાર્તિક પ્રેસ કોન્ફરન્સમાં હાથમાં પટ્ટી બાંધી સ્લિંગ લગાવીને આવ્યો હતો. બુધવારે સવારે જ કાર્તિકની એક સર્જરી થઈ હતી.View this post on Instagram
કાર્તિક અને કેટરીનાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. બંને ખુબજ સારા લાગી રહ્યા હતા. કેટરીનાએ આ પ્રસંગે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જ્યારે કાર્તિક બ્રાઉન સૂટમાં દેખાયો હતો. ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન આઈઈફાની ઈવેન્ટમાં આવ્યા પહેલા મુંબઈની હિન્દુઝા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો. કાર્તિક થોડા દિવસ પહેલા મુંબઈ પરત આવ્યા હતા. તે જયપુરમાં ફિલ્મ ભુલ ભુલૈયા 2નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મના સેટ્સ ઉપરથી અનેક ફોટો સામે આવ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement