KGFએ સાતમા દિવસ સુધી આટલા કરોડની કમાણી કરીને બૉક્સ ઓફિસના આ મોટા રેકોર્ડ તોડી નાંખ્યા, જાણો નવો આંકડો........
અત્યાર સુધીની કમાણીને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, આ સ્પીડ રહી તો ફિલ્મ કેટલાય રેકોર્ડને ધ્વસ્ત કરી નાંખશે.
KGF Chapter 2 box office collection Day 7: યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 બૉક્સ ઓફિસ પર સતત ધૂંઆધાર કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ લોકોનો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મએ પહેલા દિવસે 116 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. હવે ફિલ્મનુ સાતમા દિવસે પણ બૉક્સ ઓફિસ પર ટશન બરકરાર છે. રિપોર્ટ છે કે, કેજીએફ ચેપ્ટર 2એ સાતમા દિવસે પણ 33 કરોડની કમાણી કરી છે.
અત્યાર સુધીની કમાણીને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, આ સ્પીડ રહી તો ફિલ્મ કેટલાય રેકોર્ડને ધ્વસ્ત કરી નાંખશે. કેજીએફ ચેપ્ટર 2ની ટૉટલ કમાણી અત્યાર સુધી 500 કરોડથી વધુ થઇ ચૂકી છે.
કેજીએફ ચેપ્ટર 2નુ હિન્દી વર્ઝન જબરદસ્ત રીતે બિઝનેસ કરી રહ્યું છે, પહેલા વીકેન્ડમાં 193 કરોડ 99 લાખનો બિઝનેસ કર્યો છે. કેજીએફ ચેપ્ટર 2એ હિન્દીમાં સૌથી ઝડપી 200 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાંખ્યો છે. ફિલ્મ બાહુબલી 2એ હિન્દીમાં પાંચ વર્ષ પહેલા સાત દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. કેજીએફ ચેપ્ટર 2એ રિલીઝ બાદથી સતત શાનદાર કમાણી કરતા પાંચમા દિવસે આ રેકોર્ડ બનાવી લીધો છે.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો





















