તાપસીએ તેની શરૂઆતની કરિયર અને સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે, હું કોલેજના દિવસોમાં મોડલિંગ કરીને એકસ્ટ્રા પોકેટ મની કમાતી હતી. CATની પરીક્ષામાં 88% માર્કસ આવ્યા હતા. એમબીએ કરવાની હતી પરંતુ ફિલ્મની ઓફર મળી. જે બાદ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું અને તે ફ્લોપ જતાં મને ફિલ્મ માટે બેડ લક માનવામાં આવી.
2/4
પંજાબી ફેમિલીમાંથી આવતી તાપસીએ ફેસબુક પેજ હ્યૂમન્સ ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘તેની સાથે જાહેરમાં છેડતી થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલાં દિલ્હીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી. લોકો વચ્ચે જઈને બેઠી તો મને એક આદમીએ પાછળથી ખોટા ઈરાદાથી પકડવાની કોશિશ કરી હતી. મેં તેની સામે જોયું પણ નહીં. તેની આંગળી પકડી અને એવી રીતે ફેરવી કે દર્દના માર્યો ચીસ પાડી ઉઠ્યો હતો.’
3/4
તાપસી પન્નુએ 2010માં રાઘવેન્દ્ર રાવે બનાવેલી તેલુગુ ફિલ્મ ‘ઝુમ્માણ્ડિ નાદાં’થી એક્ટિંગની કરિયર શરૂઆત કરી હતી. ફિલ્મ ચશ્મે બદ્દૂરથી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
4/4
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ‘તાપસી પન્નૂ’ની ફિલ્મ મુલ્ક 3 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. તેના બે દિવસ પહેલા એટલે કે 1 ઓગસ્ટના રોજ 31મો બર્થ ડે મનાવી રહી છે. એક સમયે તેને બેડ લક હીરોઈન કહેવામાં આવતી હતી.