(Source: ECI/ABP News/ABP Majha)
આ હોટ એક્ટ્રેસની ધરપકડની ઉઠી માંગ ? જાણો કોના વિશે કરી ખરાબ કોમેન્ટ
એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એકટ્રેસની સાથે વીડિયોમાં પ્રિંસ પણ નજરે પડી રહ્યો છે.
મુંબઈઃ થોડા દિવસો પહેલા તારક મહેતા ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાની ધરપકડની માંગ ઉઠી હતી. તેના પર જાતિવાચક શબ્દના પ્રયોગનો આરોપ લાગ્યો હતો. જે બાદ એક્ટ્રસ યુવિકા ચૌધરી (Yuvika Chaoudhary) પણ હવે મુશ્કેલીમાં લાગી રહી છે. ટ્વિટર પર #ArrestYuvikaChoudhary ટોપ ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેના પર પર મુનમુનની જેમ જાતિસૂચક શબ્દ કહેવાનો આરોપ છે.
તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એકટ્રેસની સાથે વીડિયોમાં પ્રિંસ પણ નજરે પડી રહ્યો છે. વીડિયોમાં યુવકી કહી રહી છે કે, જ્યારે પણ હું બ્લોગ બનાવું છું તો શું હંમેશા ભંગીઓની જેમ ઉભી રહી જાવ છું. હું મારી જાતને યોગ્ય રીતે બતાવી શકું તેટલો સમય મળતો નથી. તેનો ભંગી શબ્દ બોલવું લોકોને પસંદ ન પડ્યું અને દલિત સમુદાય માટે આવા શબ્દનો ઉપયોગ કરવા પર લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એટ્રોસિટી એક્ટ (Atrocity Act) મુજબ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ અંગે સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ખોખરા પોલીસે અરજીની તપાસ બાદ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખેડૂત કાયદાના વિરોધમાં આ દિગ્ગજ નેતાએ તેના ઘરની બહાર ફરકાવ્યો કાળો ઝંડો, એક સમયે હતા મોદીના ખાસ
રાજ્યના આ શહેરમાં બ્લેક ફંગસના દર્દીને શોધવા ઘરે ઘરે ફરીને કરાશે સર્વે, જાણો વિગત