શોધખોળ કરો
સોનુ સૂદ બાદ હવે અમિતાભ બચ્ચને પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા કરી બસની વ્યવસ્થા
મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સથી શ્રમિકોથી ભરેલી 10 બસોને ઉત્તર પ્રદેશના વિવિદ વિસ્તારોમાં રવાના કરી હતી.

મુંબઈ: દેશભરમાં લાગુ લોકડાઉનના દરમિયાન એક્ટર સોનુ સૂદે પરપ્રાતિય શ્રમિકોને પોત-પોતાના રાજ્યોમાં બસો દ્વારા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ હાલમાં જ હજારથી વધુ શ્રમિકોને વતન પહોંચાડવા માટે વ્યવસ્થા કરી હતી. એવામાં હવે અમિતાભ બચ્ચને પણ મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સથી શ્રમિકોથી ભરેલી 10 બસોને આજે બપોરે 3 વાગ્યે ઉત્તર પ્રદેશ, અલ્લાહબાદ, બનારાસ, ભદોહી, ગોરખપુર વગેરે વિસ્તારો માટે રવાના કરી હતી. આ બસો દ્વારા 275 લોકોને ઉત્તરપ્રદેશના વિવિધ જગ્યાએ રવાના કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ બસોમાં સવાર શ્રમિકો માટે 6 ટાઈમ જમવાનું, નાસ્તો અને મેડિકલ કિટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ બસો અમિતાભ બચ્ચન તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારેં આ વ્યવસ્થામાં મુંબઈના માહિમ દરગાહ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટે પણ સહયોગ કર્યો છે.
વધુ વાંચો



















