શોધખોળ કરો
Advertisement
મિસ વર્લ્ડ માનુસી છિલ્લર ફિલ્મમાં કરશે ડેબ્યૂ, પોતાનાથી 29 વર્ષ મોટા આ એક્ટર સાથે કરશે રોમાન્સ
માનુસી પોતાનાથી 29 વર્ષ મોટા એક્ટર સાથે જોડી જમાવીને ફિલ્મમાં ડેબ્યૂ કરશે
મુંબઇઃ મિસ વર્લ્ડ બનેલી માનુસી છિલ્લર હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. રિપોર્ટ છે કે, માનુસી બૉલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ કરીને ડેબ્યૂ કરશે. હાલમાં અક્ષય પોતાની ફિલ્મ મિશન મંગલના સક્સેસને એન્જૉય કરી રહ્યો છે.
માનુસીના ડેબ્યુને લઇને રિપોર્ટ છે કે, મિસ વર્લ્ડ અક્ષય કુમાર સાથે ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણની બાયૉપિકમાં કામ કરશે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે, અને ફિલ્મની સ્ટૉરી દેશના મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત હશે. આ એક ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મમાં માનુસી લીડ રૉલ પ્લે કરશે.
માનુસી છિલ્લર 2017માં મિસ વર્લ્ડ બની હતી. આ ખિતાબ જીત્યા બાદ માનુસી પાસે કેટલીય ફિલ્મોની ઓફર આવી હતી. પણ તેને કામ કરવાની ના પાડી દીધી હતી. હવે તે એક્ટર અક્ષય કુમાર સાથે ડેબ્યૂ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ છે.
ઉલ્લેખનીય છે કે, માનુસી છિલ્લર હાલ 22 વર્ષની છે અને એક્ટર અક્ષય કુમાર 51 વર્ષનો છે. એટલે કહી શકાય કે, માનુસી પોતાનાથી 29 વર્ષ મોટા એક્ટર સાથે જોડી જમાવીને ફિલ્મમાં ડેબ્યૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion