શોધખોળ કરો
Advertisement
Video: ફિલ્મ માટે ધોનીએ લીધા રજનીકાંતના આશીર્વાદ, તમિલમાં બોલ્યો ડાયલોગ
ચેન્નાઈ: કેપ્ટન કૂલને પાછળ ક્રિકેટ પ્રશંસકોની દિવાનગી દુનિયાથી છુપી નથી. અને વાત જ્યારે ચેન્નાઈની હોય તો આ પ્રેમ વધી જાય છે. ધોનીએ પહેલા પણ કહ્યું છે કે ચેન્નાઈ તેમનું બીજુ ઘર છે. ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. જે હાલ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સસ્પેન્શન પર છે. પણ આપીએલે માત્ર ચેન્નાઈ જ નહિ આખા રાજ્યમાં ધોનીનું ફેન ફોલોઈંગ વધારી દીધું છે. તમિલનાડુમાં ધોનીને થાલા કહીને બોલાવવામાં આવે છે. થાલાનો અર્થ બોસ કે સર થાય છે.
હાલ ધોની પોતાની બાયોપિક એમએસ 'એમ. એસ.ધોની- ધ અનટોલ્ટ સ્ટોરી'ના પ્રમોશનમાં ઘણા વ્યસ્ત છે. અને આ માટે તેઓ ચેન્નાઈમાં હતા. જ્યાં તેઓ દક્ષિણ ભારતમાં ભગવાન ગણાતા સુપરસ્ટાર રજનીકાંતના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ધોની સાથે ફિલ્મમાં તેમનું પાત્ર ભજવ્યું છે તે સુશાંત સિંહ રાજપૂત પણ સાથે હતા. જેની તસવીરો સામે આવી છે. રજનીકાંતના ઘરે તેમના પત્ની પણ હાજર હતા અને તે બધાએ ડિનર સાથે લીધું હતું.
સાથે જ એક કાર્યક્રમમાં પણ લોકો સાથે ફિલ્મ વિષે વાત કરી હતી અને તમિલમાં એક ડાયલોગ પણ બોલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 'એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' 30 સપ્ટેમ્બરે રીલિઝ થશે..@msdhoni pays tribute to the Thalaiva @superstarrajini in #Chennai! #HarGullyMeinDhoniHai @itsSSR @ArunPandey99 @Inspired_Films pic.twitter.com/o2Mh3ToOi5
— Fox Star Hindi (@foxstarhindi) September 23, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement