શોધખોળ કરો
Advertisement
દુબઈની હોટલમાં ક્વોરન્ટાઈ છે બોલિવૂડની આ એક્ટ્રેસ, કહ્યું- ચોથા કોરાના રિપોર્ટને લઈ થઈ રહી છે ગભરાટ
એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે એક અઠવાડિયા પહેલા લોસ એન્જેલ્સથી દુબઈ પહોંચી છે. ત્યારથી તે એક હોટલમાં ક્વારોન્ટાઈન છે
નવી દિલ્હી: એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે એક અઠવાડિયા પહેલા લોસ એન્જેલ્સથી દુબઈ પહોંચી છે. ત્યારથી તે એક હોટલમાં ક્વારોન્ટાઈન છે અને સોશિયલ મીડિયા પર પોતાના ટેસ્ટ સંબંધિત અપડેટ શેર કરી રહી છે. પ્રીતિ છેલ્લા 6 દિવસથી ક્વોરન્ટાઈ છે. તે અત્યાર સુધી ત્રણ વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રીતિ આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની સહ-માલિક છે.
પ્રીતિએ સતત છઠ્ઠા દિવસે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, તે ખૂબજ એક્સાઈટેડ છે અને લગભગ એક અઠવાડિયાથી ક્વોરન્ટાઈ છે. પરંતુ તેને ગભરાટ થઈ રહી છે. તેમણે લેટેસ્ટ વીડિયોમાં કહ્યું કે, મેં હાલમાં જ કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને તે દરમિયાન કોઈને પણ મળી નથી, મને ગભરામણ થઈ રહી છે. મને નથી ખબર. માત્ર એક ટકાજ ચાન્સ છે કે, મારો ટેસ્ટ નેગેટિવ આવવો જોઈએ.
પ્રીતિ ઝિન્ટા હાલમાં હોટલામાં પોતાના ક્વોરન્ટાઈન દિવસો પસાર કરી રહી છે અને તેણે વીડિયો દ્વારા ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો છે. વીડિયો કેપ્શનમાં તેમણે લખ્યું કે, “મારું ક્વોરન્ટાઈન ખતમ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement