શોધખોળ કરો
Advertisement
રાજકુમાર રાવની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ, યુવતીના વેશમાં મળ્યો જોવા
બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડમાં જાણીતો છે. ખૂબ ઓછા સમયમાં તેણે બોલીવૂડમાં પોતાની ખાસ ઓળખ ઉભી કરી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડમાં જાણીતો છે. ખૂબ ઓછા સમયમાં તેણે બોલીવૂડમાં પોતાની ખાસ ઓળખ ઉભી કરી છે. બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવે પોતાની આગામી 'લૂડો'ફિલ્મનો ન્યૂ લૂક શેર કર્યો છે. આ લૂકમાં રાજકુમાર યુવતીના રોલમાં જોવા મળી રહ્યો છે. રાજકુમારે અન્ય એક તસવીર શેર કરી છે જેમાં તે મિથુનના રોલમાં જોવા મળી રહ્યો છે.
ફિલ્મના ફર્સ્ટ લૂકમાં રાજકુમાર ઘાઘરા અને ચોલીમાં જોવા મળી રહ્યો છે. રાજકુમાર રાવ આ લૂકમાં એકદમ મહિલા જેવો લાગી રહ્યો છે. રાજકુમારની આ તસવીરો જોઈ લોકો તેને આલિયા ભટ્ટ સમજી રહ્યા છે. ફેન્સે કોમેન્ટ કરી કે મને લાગ્યું કે આ આલિયા ભટ્ટ છે. સોશિયલ મીડિયામાં હાલ આ તસવીર ખુબ વાઈરલ થઈ રહી છે. અનુરાગ બાસુ દ્વારા કરવામાં આવેલ આ ફિલ્મ અપરાધ પર આધારિત છે. આ ફિલ્મની અંદર અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી, આદિત્ય રોય કપૂર અને ફાતિમા સના શેખ પણ અભિનય કરવાના છે.View this post on InstagramHappy new year guys. #LUDO 🙏❤️@anuragbasuofficial @bhushankumar @tseries.official
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement