નવી દિલ્હીઃ બોલિવૂડની વિવાદાસ્પદ ક્વીન રાખી સાવંત હાલમાં દીપક કલાલ સાથે લગ્નને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. જોકે રાખીએ હવે કલાલ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. આ વિવાદ બાદ ભરી એક વખત રાખી સાવંત ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે.
2/3
કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ પર પીએમ નરેન્દ્ર મોદીનું નામ લેતાં કહ્યું કે, દેશની નાગરિક હોવાથી હું કહેવા માંગું છું કે, આજકાલ તમે બોલિવૂડ સ્ટાર્સ સાથે મુલાકાત કરી રહ્યા છો, તે ન કરવું જોઇએ. આનાથી તમે ચૂંટણી જીતવાના નથી. રાખીએ કહ્યું કે, મોદીજી તમારે આગામી ચૂંટણી જીતવી હોય તો તમે ગરીબો અને ખેડૂતોને મળો.
3/3
રાખીએ કહ્યું કે, જો તમે ગરીબોને મળશો તો ચૂંટણી જીતવાની આશા છે. આ પૈસાદાર અને બોલિવૂડના લોકો તમને ચૂંટણી જીતવામાં મદદ કરી શકતા નથી.