Salaar Teaser Out: પ્રભાસની 'Salaar' ફિલ્મનું ટીઝર રીલિઝ, શાનદાર એક્શન અને સ્ટંટ જોઇ ઉડી જશે હોશ
'KGF' ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલની આગામી ફિલ્મ ' Salaar 'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
Salaar Teaser Out: 'KGF' ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલની આગામી ફિલ્મ ' Salaar 'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ રહ્યું છે. એક્શન-થ્રિલર ફિલ્મનું ટીઝર 6 જુલાઈ, ગુરુવારે સવારે 5.12 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. ' Salaar 'નું ટીઝર ખૂબ જ દમદાર લાગી રહ્યું છે. તે રિલીઝ થયાના થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગયું છે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
' Salaar 'નું ટીઝર ખૂબ જ પાવરફુલ
' Salaar 'નું ટીઝર ઘણું દમદાર છે. ટીઝર શરૂ થતાની સાથે જ ટીનુ આનંદ કાર પર બેઠેલા જોવા મળે છે. બંદૂકોથી સજ્જ ઘણા લોકો તેમને નિશાન બનાવતા જોવા મળે છે. આ પછી કાર પર બેઠેલા ટીનુ આનંદ કહે છે કે નો કન્ફ્યૂઝન, આઇ એમ ચિત્તા, ટાઇગર, એલિફન્ટ... વેરી ડેન્જરસ, બટ નોટ ઇન જુરાસિક પાર્ક, કારણ કે તે પાર્કમાં... આટલું કહીને તેઓ ચૂપ થઈ જાય છે. આ પછી પ્રભાસની જોરદાર એન્ટ્રી થાય છે, જે હાથમાં ચાકુ અને રાઈફલ લઈને દુશ્મનો પર તૂટી પડે છે. પ્રભાસના આ ભયાનક લુકને જોઈને રૂવાડા ઉભા થઈ જાય છે. ટીઝરમાં પૃથ્વીરાજ સુકુમારનની ઝલક પરથી લાગે છે કે તે ફિલ્મમાં વિલનનો રોલ કરી રહ્યો છે. Salaar નું ટીઝર કેજીએફની યાદ અપાવશે.
'સાલાર'નું ટીઝર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું
એકંદરે ટીઝરમાં જોવા મળેલી એક્શનની ઝલક લોકોના હોશ ઉડાડી દે છે. રિલીઝ થયાના અડધા કલાકમાં જ તેને 2.5 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ટીઝર પરથી લાગી રહ્યુ છે કે 'સાલાર' ફુલ ઓન જબરદસ્ત એક્શન ફિલ્મ હશે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત તેલુગુ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ, ઈશ્વરી રાવ અને શ્રિયા રેડ્ડી પણ મહત્વની ભૂમિકામાં છે.
'સાલાર પાર્ટ 1: સીઝફાયર' ક્યારે રિલીઝ થશે?
પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સાલાર પાર્ટ 1: સીઝફાયર'ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી સહિત 5 ભાષાઓમાં રિલીઝ થશે. નોંધનીય છે કે પ્રભાસની છેલ્લી ફિલ્મ આદિપુરુષ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ બતાવી શકી નથી, આવી સ્થિતિમાં દરેકને 'સાલાર' પાસેથી ઘણી આશાઓ છે.
Join Our Official Telegram Channel: