સંજૂના પ્રથમ પોસ્ટરમાં તે અલગ-અલગ પાંચ અંદાજમાં જોવા મળ્યો. આ તમામ રોલમાં રણબીર એકદમ સંજય દત્ત જેવો લાગી રહ્યો છે. આ પોસ્ટરમાં સંજય દત્તની બોલીવુડમાં એન્ટ્રીથી લઈને તેના જેલ જવા સુધીના લૂક સામેલ છે.
2/5
રણબીર કપૂર ફિલ્મ 'સંજૂ'માં સંજય દત્ત જેવો લૂક મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે.
3/5
નવી દિલ્લી: આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ અને સંજય દત્ત પર બની રહેલી બાયોપિક ફિલ્મ 'સંજૂ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મનું ટીઝર પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂર નિભાવી રહ્યો છે.
4/5
આ ફિલ્મને રાજ કુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. 3 ઈડિયટ્સ અને પીકે જેવી ફિલ્મો ડાયરેક્ટ કરનારા હિરાનીએ થોડા સમય પહેલા રણબીર કપૂર વિશે કહ્યું, તે એક શાનદાર અભિનેતા છે અને મને તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. ભવિષ્યમાં પણ ફરી વખત તેની સાથે કામ કરવું પસંદ કરીશ.
5/5
ફિલ્મ 29 જૂનના રિલીઝ થશે. બે મહિના પહેલા આ ફિલ્મની શૂટિંગ પૂર્ણ થઈ છે.