શોધખોળ કરો
KGF 2 માં અધીરાનો ફર્સ્ટ લૂકઆઉટ રીલિઝ, બોલિવૂડનો આ એક્ટર મળશે જોવા
એક્ટરે લખ્યું કે, થેક્યુ, કેજીએફમાં અધીરાનો રોલ કરીને ખૂબ ખુશ અને ઉત્સાહિત છું.
![KGF 2 માં અધીરાનો ફર્સ્ટ લૂકઆઉટ રીલિઝ, બોલિવૂડનો આ એક્ટર મળશે જોવા Sanjay Dutt Confirms Playing Adheera in Yash's KGF Chapter 2 KGF 2 માં અધીરાનો ફર્સ્ટ લૂકઆઉટ રીલિઝ, બોલિવૂડનો આ એક્ટર મળશે જોવા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/29154602/68437105.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ગયા વર્ષે રીલિઝ થયેલી સાઉથની ફિલ્મ KGFને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. સાઉથ સ્ટાર યશની આ ફિલ્મના પ્રથમ ભાગની સફળતા બાદ KGF ચેપ્ટર-2માં મેકર્સ બોલિવૂડના દિગ્ગજ કલાકાર સંજય દત્તને કાસ્ટ કર્યો છે. સંજય દત્ત કેજીએફ 2માં અધીરાના રોલમાં જોવા મળશે. સંજય જત્તના જન્મદિવસના અવસર પર એક્ટરે ફિલ્મનો ફર્સ્ટ લૂકમાં જોવા મળશે.
અધીરાના ગેટઅપમાં સંજય દત્તનો ખૂંખાર અને ઇન્ટેસ લૂક જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં સંજય દત્તે પોતાના ચહેરા પર સ્કોર્ફને ઢાંકેલો છે. અધીરાના લૂકમાં સંજય દત્ત ખૂબ જામી રહ્યો છે. સંજય દત્તનો આ લૂક સોશિયલ મીડિયા પર શેર કરતા કેજીએફ મેકર્સે આભાર માન્યો છે. એક્ટરે લખ્યું કે, થેક્યુ, કેજીએફમાં અધીરાનો રોલ કરીને ખૂબ ખુશ અને ઉત્સાહિત છું. કન્નડ ઇન્ડસ્ટ્રિઝમાં સંજય દત્તની શાનદાર એન્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. એક યુઝરે લખ્યું કે કેજીએફ 2માં મુન્નાભાઇ વર્સિસ રોકી ભાઇને જોવા માટે ઉત્સાહિત છું. ફેન્સ કેજીએફને વર્ષની સૌથી મોટી ફિલ્મ બતાવી રહ્યા છે. કેજીએઉ ચેપ્ટર 2માં રવિના ટંડન ફિલ્મમાં જોવા મળે તેવી ચર્ચા છે. રવીના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા જોવા મળશે.Presenting #MotherOfAllCollisions @duttsanjay as #Adheera. Wishing you a very Happy Birthday Sir.#SanjayDuttAsAdheera in #KGFChapter2 pic.twitter.com/5NOTgGFsZL
— Hombale Films (@hombalefilms) July 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)