Exclusive: સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટિવ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ અટક્યું
Bhansali corona Positive: કોરોનાનો ચેપ લાગવાને કારણે સંજય લીલા ભણસાલીએ ખુદને પોતાના જ ઘરમાં કોરેન્ટાઈન કરી લીધા છે.

Sanjay leela Bhansali Corona Positive: એક્ટર રણબીર કપૂર બાદ હવે જાણીતા ફિલ્મમેકર અને ટૂંકમાં જ રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પણ હવે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે.
ફિલ્મ સાથે જોડાયેલ વિશ્વસ્ત સૂત્રએ એપીબી ન્યૂઝને કહ્યું છે કે, હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યા છે. સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટિવ હોવાને કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. હાલમાં તે ફિલ્મનું શૂટિંગ મુંબઈના ફિલ્મસિટીમાં ચાલી રહ્યું છે.
અહેવાલ છે કે, કોરોનાનો ચેપ લાગવાને કારણે સંજય લીલા ભણસાલીએ ખુદને પોતાના જ ઘરમાં કોરેન્ટાઈન કરી લીધા છે.
નોંધનીય ચે કે, 24 ફેબ્રુઆરીએ આલિયા ભટ્ટની ટાઈટલ ભૂમિકાવાળી ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર દ્વારા આ ફિલ્મની રિલીઝનન નવી તારીખની પણ જાહેરાત કરવામાં આવી હતી. પહેલા આ ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે આ ફિલ્મ હવે 30 જુલાઈ, 2021ના રોજ દેશભરમાં રિલીઝ થશે.
24 ફેબ્રુઆરીના રોજ ટીઝર રિલીઝ બાદ સંજય લીલા ભણસાલીએ મુંબઈમાં ફિલ્મસિટીમાં ખાસ લગાવવામાં આવેલ સેટ પર અજય દેવગન સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.
આ ફિલ્મમાં અજય દેવગન એક નાની ભૂમિકામાં જોવા મળશે. પહેલી વખથ સંજય લીલા ભણસાલી અને અજય દેવગને હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કર્યું હતું જે 1999માં રિલીઝ થઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
