શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના સુપરસ્ટારે પોતાનાથી 13 વર્ષ નાની 20 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા અંગે શું કહ્યું? જાણો
શાહિદે મીરાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તમે લોકોને ગમે તેમ અભિપ્રાયોની ફેંકાફેંક નહીં કરવા પણ સલાહ આપી છે. શાહિદના મતે મીરા એકદમ પરિપક્વ છે અને તેણે લગ્ન કર્યાં ત્યારે પોતે શું કરે છે તેની તેને ખબર હતી જ
મુંબઈઃ હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર શાહિદ કપૂરે પોતાનાથી 13 વર્ષ નાની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યાં છે. શાહિદ સાથે લગ્ન કર્યાં ત્યારે મીરા માત્ર 20 વર્ષની હતી. મીરાએ એક સ્ટારની પત્નિ બનવા નાની વયે લગ્ન કર્યાં હોવાની ટીકા પણ થઈ રહી છે.
જો કે શાહિદે મીરાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તમે લોકોને ગમે તેમ અભિપ્રાયોની ફેંકાફેંક નહીં કરવા પણ સલાહ આપી છે. શાહિદના મતે મીરા એકદમ પરિપક્વ છે અને તેણે લગ્ન કર્યાં ત્યારે પોતે શું કરે છે તેની તેને ખબર હતી જ. આ પ્રકારનો નિર્ણય લેવા મગજમાં બહુ સ્પષ્ટતા અને મક્કમતા જોઈએ, મારી પાસે 20 વર્ષની વયે એ બધું નહોતું પણ મીરા પાસે એ છે તેની મને ખબર છે.
શાહિદે એવું પણ કહ્યું કે, મીરાએ આ નિર્ણય કેમ લીધો તેની સ્પષ્ટતા તેણે કોઈ સમક્ષ કરવાની જરૂર નથી. શાહિદે લગ્ન પછી તરત જ બે સંતાનોની માતા બની જવા અંગે પણ મીરાનો બચાવ કર્યો. શાહિદે કહ્યું કે, મીરા શું વિચારે છે તે વિશે લોકોને ખબર નથી તેથી લોકો તેની ટીકા ભલે કરતા પણ તેનો અર્થ એ નથી કે તે સ્પષ્ટ નથી.View this post on Instagram
View this post on InstagramGrateful for the year that made us complete ✨ Happy New Year
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement