શોધખોળ કરો
બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઓટો રિક્ષાની કરી સવારી, જુઓ તસવીરો
1/3

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અને બિઝનેસ ટાઈકૂન શિલ્પા શેટ્ટીની લાઈફ સ્ટાઈલ વિશે તો બધા જાણતા હશે. આલીશાન જિંદગી જીવતી શિલ્પા શેટ્ટી જો ઓટો રિક્ષાની સવારી કરતી જોવા મળે તો કેવું લાગશે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળે છે.
2/3

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં સુપર ડાન્સર ચેપ્ટર 3 ને જજ કરતી જોવા મળે છે. આ સાથે જ તે ફિટનેસના ઘણા કેમ્પેઈન સાથે પણ જોડાયેલી છે. પોતાની ફિટનેસને લઈને શિલ્પા શેટ્ટી બોલીવૂડમાં જાણીતી છે. ઘણી વખત શિલ્પા યોગા અને જિમ ટ્રેનિંગ કરતી જોવા મળે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિલ્પા શેટ્ટી ઘણી વાર યોગની તસવીરો શેર કરતી રહે છે.
Published at : 18 Jan 2019 10:17 PM (IST)
View More





















