મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખૂબ જ એક્ટિવ છે. શિલ્પા પોતાની ફિટનેસ અને યોગના કારણે ચર્ચામાં રહેતી હોય છે. શિલ્પા શેટ્ટીએ 2353 લોકો સાથે 60 સેકેન્ડ સુધી પ્લેંક અવસ્થામાં રહીને યોગા કર્યા હતા. જેના કારણે ભારતનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.
2/4
શિલ્પા શેટ્ટીએ તાજતરમાં જ શિરડ સાઈ મંદિરમાં કિંમતી મુગટ ભેટ ધર્યો હતો.
3/4
શિલ્પા શેટ્ટી પ્રથમ એક્ટ્રેસ છે કે ફિટનેસ માટે પોતાની પાવર યોગા ડીવીડી લોન્ચ કરી ચૂકી છે. શિલ્પાના અનુસાર તન અને મનને ફિટ રાખવા માટે યોગ સૌથી ઉત્તમ છે.
4/4
બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નેતૃત્વમાં 2353 લોકોએ 60 સેકેન્ડ સુધી હાથના સહારે યોગા કરીને ભારતનું નામ 'ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ'માં નોંધાવ્યું હતું. પહેલા આ રેકોર્ડ ચીનના નામે હતો. ચીનમાં 1780 લોકોએ અનહુઇ લુઆન સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 60 સેકન્ડ સુધી પ્લેંક એક્સરસાઈઝ કરી રેકોર્ડ બનાવ્યો હતો.