ઘાયલ પક્ષી માટે શિલ્પા શેટ્ટીની દીકરી સમીશાએ કર્યા ગાયત્રી મંત્રના જાપ, જુઓ વીડિયો
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બે વર્ષની પુત્રી સમિષા શેટ્ટીએ ઘાયલ પક્ષી માટે પ્રાર્થના કરતી વખતે ગાયત્રી મંત્રનો પાઠ કર્યો હતો.આ વીડિયો વાયરલ થયો છે
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બે વર્ષની પુત્રી સમિષા શેટ્ટીએ ઘાયલ પક્ષી માટે પ્રાર્થના કરતી વખતે ગાયત્રી મંત્રનો પાઠ કર્યો હતો. સમિષા શેટ્ટીએ તેની માતા શિલ્પા શેટ્ટી સાથે મળીને તેમના બગીચામાં મળેલા ઘાયલ પક્ષીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને ગાયત્રી મંત્રનો જાપ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં નાની સમીષા શેટ્ટી કબૂતર માટે માતા ગાયત્રીને પ્રાર્થના કરતી અને મંત્રનો જાપ કરતી જોઈ શકાય છે. અભિનેત્રી શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સને જાણ કરી કે ઘાયલ પક્ષીને પાછળથી PETA ઈન્ડિયા દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ વીડિયો શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે પુત્રી સમિષાને ઘાયલ પક્ષી માટે પ્રાર્થના કરવાનું કહી રહી છે.
શિલ્પા શેટ્ટી દીકરીને કહેતી જોવા મળે છે, "સમીષા, શું તું બર્ડના સારા થવા માટે પ્રાર્થના કરી રહી છે. સમીશા ઘાયલ પક્ષી તરફ ઈશારો કરે છે અને કહે છે " શું બર્ડને બૂ બૂ મળ્યું." વીડિયોમાં નાની સમિષા ચિંતિત જોવા મળે છે અને પક્ષી તરફ ઈશારો કરીને કહે છે, "બર્ડ ડાઈ!"
">
શિલ્પા પછી દીકરીને કહે છે, "ના બેબી, બર્ડ હજી મરી નથી ગયું. તે સાજુ થઇ જશે.." પછી પક્ષી કેમેરાને પેન કરતો બતાવવામાં આવે છે. આ પછી શિલ્પા અને તેની પુત્રી ઘાયલ પક્ષી માટે હાથ જોડીને પ્રાર્થના કરે છે. અભિનેત્રી શિલ્પા પણ ‘ઓમ, ઓમ સાઈ રામ’ બોલે છે.
આ વિડિયો શેર કરતાં શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "બાળકોનું હૃદય ખરેખર સૌથી શુદ્ધ હોય છે. સમિષાની પ્રાર્થના ભગવાના સાંભળી લીઘી અને પક્ષી બચી ગયું. પ્રાર્થના ફળે છે બસ બિનશરતી હોવી જોઇએ. આ ઘાયલ પક્ષીને પેટા ઇન્ડિયાએ બચાવી લીધું. શિલ્પાએ તેનો આભાર માન્યો છે.