Sonali Phogat Passes Away: આ ટીવી સીરિયલમાં કામ કરી ચૂકી છે સોનાલી ફોગટ, બિગ બોસથી મળી હતી ઓળખ
ટિકટોક સ્ટાર અને બિગ બોસ ફેમ સોનાલી ફોગટનું નિધન થયું છે.સોનાલીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ચાહકો આઘાતમાં છે. સોનાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી
Sonali Phogat Journey: ટિકટોક સ્ટાર અને બિગ બોસ ફેમ સોનાલી ફોગટનું નિધન થયું છે. સોનાલીનું ગોવામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. સોનાલીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ચાહકો આઘાતમાં છે. સોનાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને દરરોજ તેના વીડિયો અને ફોટો શેર કરતી હતી. સોનાલી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલી છે. તે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 14નો ભાગ બની હતી. આ શોએ તેને એક અલગ જ ઓળખ આપી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે સોનાલીએ ટીવી શોમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
સોનાલીએ હંમેશા પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીત્યું છે. તે તેના મોડલિંગ દિવસોની તસવીરો પણ શેર કરતી હતી. તેણે વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે શરૂઆતમાં હિસાર દૂરદર્શન માટે એન્કર હતી. જોકે, બાદમાં તે રાજકારણમાં આવી ગઈ હતી.
સોનાલી ફોગટે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તે 'એક મા જો લાખો કે લિયે બની અમ્મા' શોમાં જોવા મળી હતી. આ સિવાય તેણે હરિયાણવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ફિલ્મ 'છોરીયો છોરોં સે કમ નહીં હોતી'માં જોવા મળી હતી. આ તેની પ્રથમ ફિલ્મ હતી.
View this post on Instagram
બિગ બોસ 14 થી ઓળખ મળી
સોનાલી ફોગટને ટીવીની દુનિયામાં તેને વાસ્તવિક ઓળખ સલમાન ખાનના રિયાલિટી બિગ બોસ 14થી મળી હતી. તેણે આ શોમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. આ શોમાં સોનાલી અલી ગોનીને પસંદ કરવા લાગી હતી. જેના કારણે તે શોમાં ખૂબ જ ચર્ચામાં રહી હતી. જોકે, તે શોમાં વધુ સમય સુધી રહી શકી નહોતી.