'બાહુબલી' પ્રભાસ ફિલ્મ Salaarમાં કરશે આ એકદમ નવો રૉલ, પહેલા ક્યારેય નહીં જોયો હોય તમે ?
સાલાર ફિલ્મને લઇને એક મોટી ખબર સામે આવી છે, જેના દ્વારા આ ફિલ્મમાં પ્રભાસની ભૂમિકા પરથી પદડો ઉઠ્યો છે.
Salaar Prabhas Role: સાઉથ સિનેમાના બાહૂબલી એટલે પ્રભાસ (Prabhas) દરેક માટે એક રૉલ મૉડલ એક્ટર બની ગયો છે. પ્રભાસની ફેન ફોલોઇંગ દિવસે દિવસે વધી રહી છે. હવે તે પોતાની આગલી ફિલ્મ સાલાર (Salaar)ને લઇને ચર્ચામાં છે. સાલાર ફિલ્મને લઇને એક મોટી ખબર સામે આવી છે, જેના દ્વારા આ ફિલ્મમાં પ્રભાસની ભૂમિકા પરથી પદડો ઉઠ્યો છે.
પહેલીવાર આ રૉલમાં દેખાશે એક્ટર પ્રભાસ-
સાહૂ બાદ છેલ્લા કેટલાય સમયથી પ્રભાસ ફિલ્મી દુનિયાથી દુર હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે પોતાની અપકમિંગ ફિલ્મ સાલારને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ખરેખરમાં કેજીએફ 2ના ડાયરેક્ટર પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માટે દરેક ઉત્સુક છે. આવામાં ઉત્સુકતા ત્યારે વધી જાય છે જ્યારે ખબર પડે છે કે આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ ડબલ રૉલમાં દેખાવવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રભાસ આ ફિલ્મમાં બે અલગ અલગ પાત્રમાં ભૂમિકા નિભાવશે.
ક્યારે રિલીઝ થશે પ્રભાસની સાલાર -
હાલમાં પ્રભાસની સાલાર ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનો અડધાથી વધુ ભાગ શૂટ થવાનો બાકી છે, એટલે માની શકાય કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ નહીં થઇ શકે. જોકે, સાલારના ફિલ્મ મેકરે પહેલાથી જાહેરાત કરી દીધી છે કે આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2023માં રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે એક્ટ્રેસ શ્રુતિ હાસન લીડ રૉલમાં કામ કરતી દેખાશે.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી