શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસ ભોજપુરી બોલતા શીખી રહી છે, VIDEO થયો વાયરલ
લાગે છે કે તે ભોજપુરી લહેકો લાવવા માટે પ્રેક્ટિસ કરી રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ માટે તે ઉત્તર પ્રદેશ અને બિહારની ભાષા બોલતી નજર આવશે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર છવાઈ ગયો છે જેમાં તે ભોજપુરી બોલતી દેખાઈ રહી છે. વીડિયો તે ખભા પર બેગ લટકાવી પાછળ વળીને કહી રહી છે ‘કા બે, કામ કર, મુજે છોડ.’ હવે જો તમને એ પ્રશ્ન થઈ રહ્યો હોય કે, આખરે સની ભોજપુરી કેમ શીખી રહી છે? શું તે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે? તો અમે તમને જણાવી દઈએ કે, એવું કંઈ જ નથી. સની આવું કોઈ ભોજપુરી પ્રોજેક્ટ માટે નહીં પણ પોતાની આગામી ફિલ્મ ‘કોકા કોલા’ માટે કરી રહી છે.
લાગે છે કે તે ભોજપુરી લહેકો લાવવા માટે પ્રેક્ટિસ કરી રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ માટે તે ઉત્તર પ્રદેશ અને બિહારની ભાષા બોલતી નજર આવશે. આ ફિલ્મનાં શૂટિંગ માટે તે હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. સનીની આ ફિલ્મ એક હોરર કોમેડી છે. સાથે જ ફિલ્મની સાથે તે તેનાં બિઝનેસને લઇને પણ ચર્ચામાં છે. સની 'ધ આર્ટ ફ્યૂઝન'નામનો નવો બિઝનેસ શરૂ કરવાની છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ જાણકારી આપી હતી. સનીએ લખ્યુ હતું કે, 'જ્યારે જીવનમાં કંઇક નવું કરવા ઇચ્છો છો તો આગળ વધો. પ્રયાસ કરો. કદાચ કામયાબ થશો કે કદાચ નાપાસ થશો. પણ આપ પ્રયાસ તો કરશો. અમારા નવાં ક્રિએટિવ વેન્ચર માટે ચીયર્સ. આ શાનદાર હશે શરૂઆત જલદી થશે.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement