શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા....’સીરિયલની આ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, ઘરમાં જ થઈ કોરેન્ટાઈન
આ પોસ્ટ પછી શોના લીડ કેરેક્ટર જેઠા લાલ એટલે કે દિલીપ જોશીએ લખ્યું કે તમે જલ્દી ઠીક થાવ તેના માટે હું પ્રાર્થના કરીશ.
મુંબઈઃ ટીવી સ્ટાર્સની વચ્ચે કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક પછી એક અનેક સેલેબ્સ તેની ઝપેટમાં આવી રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા શ્વેતા તિવારીથી લઈને હિમાની શિવપુરી રાજેશ્વરી સજતેવ, રાહુલ સુધીર અને ચાંદની શર્મા કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે તારક મેહતા....સીરિયલમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી એક્ટ્રેસ પ્રિયા આહુજા કોરોના પોઝિટિવ આવી છે.
પ્રિયાએ તેની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. તેણે એક લાંબી પોસ્ટમાં લખ્યું, ‘તમને બધાને જણાવવું મારી ફરચ ઝે કે હું કોરોના પોઝિટિવ આવી છું. જોકે મારામાં કોઈ લક્ષણ જોવા નથી મળ્યા અને હું ઠીક છું. પરંતુ બીએમસી અને ડોક્ટરો દ્વારા આપવામાં આવેલ સલાહ અને નિર્દેશોને ફોલો કરી રહી છું.’
પ્રિયા અહૂજા રાજદાની આ પોસ્ટ પછી શોના લીડ કેરેક્ટર જેઠા લાલ એટલે કે દિલીપ જોશીએ લખ્યું કે તમે જલ્દી ઠીક થાવ તેના માટે હું પ્રાર્થના કરીશ. ધ્યાન રાખજો. અને જલ્દી ઠીક થઇ જાવ. આ ઉપરાંત સમય શાહ, ઝીલ મહેતા પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
પ્રિયાએ આગળ પોસ્ટમાં લખ્યું કે, જે લોકો મારા સંપર્કમાં ગત 2-3 દિવસોમાં આવ્યા હોય તે તમામ પ્લીઝ પોતાની તપાસ કરાવો. હું હજી સુધી ઘરે જ હતી. શૂટિંગ પણ નહતી કરતી તેમ છતાં મને કોરોના થયો છે. પોતાને સુરક્ષિત રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલો. આ વાતને બિલકુલ હળવાશમાં ન લો. પ્લીઝ મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો. નોંધનીય છે કે, પ્રિયા આહુજાએ તારક મેહતા સીરિયલના ડાયરેક્ટર માલવ રજદા સાથે લગ્ન કર્યા છે. તેણે નવેમ્બર 2019માં એક દીકારને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે મેટરનિટી બ્રેક પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement