Taylor Swift: અમેરિકન સિંગર ટેલર સ્વિફટની સગાઈ પર ગૂગલે આપી ખાસ 'ગિફ્ટ', ઈન્સ્ટાગ્રામ પોસ્ટે તોડ્યા રેકોર્ડ
ગ્રેમી એવોર્ડ વિજેતા ટેલરે Kansas City Chiefs પ્લેયર ટ્રેવિસ કેલ્સી સાથે તેની સગાઈની જાહેરાત કરી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી

પોપ આઇકોન ટેલર સ્વિફ્ટે પોતાની સગાઈની જાહેરાત કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. એક તરફ તેના ફેન્સ ખુશ દેખાતા હતા, તો બીજી તરફ મોટી ટેક કંપનીઓએ પણ અભિનંદન આપવા માટે ખાસ પોસ્ટ્સ અને એનિમેશન લોન્ચ કર્યા હતા. ટેલરની સગાઈ પછી ગૂગલે તેના સર્ચ પેજ પર સ્પેશ્યલ પ્લેફૂલ એનિમેશન શરૂ કર્યું છે.
View this post on Instagram
ચાહકો ગૂગલ પર Taylor Swift સર્ચ કરે છે તો ગૂગલ તેમને ઇન્ટરેક્ટિવ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે રિઝલ્ટ આપી રહ્યું છે. અત્યાર સુધીમાં આ એનિમેશન 91 મિલિયનથી વધુ લોકો દ્વારા પ્લે કરવામાં આવ્યું છે. ગૂગલે તેને શેર કરવાનો વિકલ્પ પણ આપ્યો છે.
ગ્રેમી એવોર્ડ વિજેતા ટેલરે Kansas City Chiefs પ્લેયર ટ્રેવિસ કેલ્સી સાથે તેની સગાઈની જાહેરાત કરી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી. બંનેએ પોસ્ટ સાથે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ એકબીજાની ખૂબ નજીક જોવા મળે છે. ટેલર અને કેલ્સી છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ઇન્ટરનેટ પર મચી ગઈ હલચલ
ટેલરે પોતાની સગાઈની જાહેરાત કરતા જ ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. તેના ચાહકો તેની પોસ્ટ જોવા માટે ખૂબ ઉત્સુક હતા. મંગળવારે રાત્રે ટ્રેવિસ સાથેની એક સંયુક્ત પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું હતું. ઇન્સ્ટાગ્રામ પરની તે પોસ્ટને માત્ર 20 મિનિટમાં 1.8 મિલિયન લોકોએ લાઇક કરી. બુધવારે સવારે 9 વાગ્યા સુધીમાં આ પોસ્ટને 24,611,387 લોકોએ લાઇક કરી છે. બંનેએ પોસ્ટ પર કોમેન્ટ ઓપ્શન બંધ રાખ્યું છે.
કોણ છે ટ્રેવિસ કેલ્સી?
35 વર્ષીય ટેલર સ્વિફ્ટ નેશનલ ફૂટબોલ લીગ ખેલાડી ટ્રેવિસ કેલ્સીને ડેટ કરી રહી હતી. હવે બંનેની સગાઈ થઈ ગઈ છે. ટ્રેવિસ ઘણી વખત ટેલર સાથે જોવા મળ્યો છે. ટ્રેવિસ પણ 35 વર્ષનો છે. ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટમાં ટેલરે લખ્યું - 'તમારી ઈગ્લિશ ટિચર અને જિમ ટિચરે લગ્ન કરવા જઈ રહ્યા છે.





















