Lata Mangeshkar Health: કોકિલ કંઠી લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈ આવ્યા શું મોટા સમાચાર ?
Lata Mangeshkar Health: સ્વર કોકિલા લતા મંગેશકર 93 વર્ષની થઈ ગયા છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
Lata Mangeshkar Health: દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં છે. કોવિડ 19 પોઝિટિવ અને ન્યુમોનિયા બંને એકસાથે થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ લતા મંગેશકરની દેખરેખ કરી રહી છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને સાવચેતીના પગલા તરીકે ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેની કાળજી રાખવામાં આવી રહી છે. લતા મંગેશકરની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે, જે તેમના ચાહકો માટે સારા સમાચાર છે.
લતા દીદીની તબિયતમાં નજીવો સુધારો થયો છે અને તેઓની ICUમાં સારવાર ચાલુ છે. કૃપા કરીને દીદીના સ્વાસ્થ્યને લગતી અફવાઓ ન ફેલાવો તેમ તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરાઈ છે.
There is a marginal improvement in Lata Didi’s health and she continues to be in the ICU.
Kindly refrain from spreading disturbing rumours or falling prey to random messages regarding Didi’s health.
Thank you— Lata Mangeshkar (@mangeshkarlata) January 25, 2022
ક્યારે દાખલ કરાયા છે લતા મંગેશકરને
92 વર્ષીય ગાયકને કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ લતા મંગેશકરની સારવાર કરી રહી છે અને તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.
36 ભાષામાં ગાયા છે હજારો ગીતો
સ્વર કોકિલા લતા મંગેશકર 93 વર્ષની થઈ ગયા છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.
લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.