Vicky Kaushal Spotted: લગ્નના સમાચાર વચ્ચે વિક્કી કૌશલ કેટરીનાના ઘર પાસે થયો સ્પોટ
વિક્કી કૌશલની વાત કરીએ તો તે કાલે રાતે કેટરીના કૈફના ઘરે સ્પોટ થયો હતો. બંનેના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જોકે, કેટરીના કે વિક્કીએ આ અંગે અત્યાર સુધી કોઈ જ રિએક્શન આપ્યું નથી.
Vicky Katrina Spotted: બોલીવૂડ સેલિબ્રિટી વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) અત્યારે તેમના લગ્નને લઈને સમાચારમાં છવાયેલા છે. આવામાં બંનેની કેટલીક સારી તસવીરો સામે આવી છે. જેમાં તેમનો સ્ટાઇલીશ લૂક જોવા મળી રહ્યો છે.
કેટરીના કૈફ તાજેતરમાં જ તેના ઘર બહાર સ્પોટ થઈ હતી. આ સમયે કેટરીના કેજ્યુઅલ લુકમાં જોવા મળી હતી. આ સાથે જ વિક્કી કૌશલની વાત કરીએ તો તે કાલે રાતે કેટરીના કૈફના ઘરે સ્પોટ થયો હતો. બંનેના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જોકે, કેટરીના કે વિક્કીએ આ અંગે અત્યાર સુધી કોઈ જ રિએક્શન આપ્યું નથી. ફેન્સ તેમના લગ્નને લઈને જોડાયેલા સમાચાર જાણવા માગે છે. બીજી તરફ તેમના લગ્નને લઈને અલગ અલગ સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ કપલે હજુ તેમના લગ્નને લઈને કોઈ પુષ્ટી કરી નથી. કહેવાય છે કે, 9મી ડિસેમ્બરે બંને લગ્ન કરવાના છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
બીજી તરફ લગ્નમાં પ્રાઇવેસીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમાચાર આવ્યા છે કે, વિક્કી અને કેટરીનાની લગ્નમાં મોબાઇલ પર પ્રતિબંધ હશે. હવે વધુ એક અપડેટ સામે આવ્યું છે. બંનેના લગ્નના ફોટા લીક ન થાય તે માટે મોબાઇલ પર પ્રતિબંધ લગાવાયો છે. આવું કરવા માટે એક મોટું કારણ હોવાનું પણ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંનેના લગ્ના ફોટા એક ઇન્ટરનેશનલ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવશે.
બૉલીવુડના સ્ટાર કપલમાના એક વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની વાતો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ આજથી બન્ને પતિ-પત્ની બની જશે, રિપોર્ટ છે કે, બન્ને આજે રજિસ્ટર વેડિંગ કરવાના છે, અને બાદમાં બન્ને રાજસ્થાનમાં જઇને હિન્દુ વિધિ અને રીતરિવાજ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાઇને એકબીજાના થઇ જશે. એટલે કે વિકી અને કેટરીનાના આજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરવાના છે. ત્યારબાદ બંને 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં હિંદુ વિધિથી લગ્ન કરશે.
બન્ને પહેલા કરશે કોર્ટ મેરેજ-
લગ્નની વાતો વચ્ચે રિપોર્ટ છે કે, આજે એટલે કે 3જી ડિસેમ્બરે સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજિસ્ટર વેડિંગ કરવાના છે. ખાસ વાત છે કે આ સમય દરમિયાન માત્ર નજીકના મિત્રો જ તેમની સાથે હાજર રહેશે.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લઇને માહિતી છે કે, આ શાહી લગ્ન સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ડ બરવાડામાં યોજાશે. કેટ-વિક્કી 5 ડિસેમ્બરે જયપુર રવાના થશે. જયપુરથી બંને હેલિકોપ્ટરમાં સવાઈ માધોપુર જશે, બંનેએ મીડિયાથી દૂર રહેવા માટે ચોપરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.