ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ખાનગી રીતે કેમ કરાયા? હેમા માલિનીએ કારણ કર્યું સ્પષ્ટ
Hema Malini On Dharmendra: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. હવે, હેમા માલિનીએ તેની પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે

Hema Malini On Dharmendra:ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ તેમના ઘરે નિધન થયું હતું. પરિવારે બપોરે ગુપ્ત રીતે આ મહાન અભિનેતાના અંતિમ સંસ્કાર કર્યા. આનાથી બધાને આઘાત લાગ્યો. ખાસ કરીને ચાહકો એ વાતથી ખૂબ જ દુઃખી હતા કે, તેઓ તેમના પ્રિય અભિનેતાને અંતિમ વિદાય આપી શક્યા નહીં. હવે, ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર શા માટે ખાનગી રાખવામાં આવ્યા તે અંગે સત્ય બહાર આવ્યું છે.
ધર્મેન્દ્રના અંતિમ દિવસો પર હેમા માલિની
યુએઈના ફિલ્મ નિર્માતા હમાદ અલ રયામીએ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શેર કરી. ધર્મેન્દ્રના મૃત્યુ પછી તેઓ તાજેતરમાં હેમા માલિનીને મળ્યા હતા. નોંધમાં, હમાદે સમજાવ્યું કે હેમા માલિનીએ પરિવારના ખાનગી અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પાછળના કારણોની ચર્ચા કરી હતી અને ધર્મેન્દ્રના પીડાદાયક અંતિમ દિવસો વિશે વાત કરી હતી.
તેમણે હેમા માલિની સાથે એક ફોટો પોસ્ટ કર્યો, જેની સાથે અરબીમાં એક કેપ્શન હતું જેનો આશરે અનુવાદ થાય છે, "શોકના ત્રીજા દિવસે, મેં પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની, સ્વર્ગસ્થ સુપરસ્ટાર ધર્મેન્દ્રની પત્નીની મુલાકાત લીધી. આ પહેલી વાર હતું, જ્યારે હું તેમને રૂબરૂ મળ્યો હતો., જોકે મેં તેમને પહેલા ઘણી વાર દૂરથી જોયા હતા. પરંતુ આ વખતે કંઈક અલગ હતું... એક પીડાદાયક, હૃદયદ્રાવક ક્ષણ, કંઈક એવું જે લગભગ સમજી શકાય તેવું નથી, ભલે હું ગમે તેટલો પ્રયત્ન કરું."
ધર્મેન્દ્રના અવસાનથી હેમા માલિની તૂટી ગઇ છે.
ફિલ્મ નિર્માતાએ આગળ કહ્યું, "હું તેમની સાથે બેઠો હતો, અને હું તેમના ચહેરા પર એક આંતરિક ઉદાસીનતા જોઈ શકતો હતો જેને છુપાવવા માટે તે ખૂબ જ પ્રયાસ કરતી હતી. તેમણે ધ્રૂજતા અવાજે મને કહ્યું, 'કાશ હું બે મહિના પહેલા ધર્મેન્દ્ર સાથે તે દિવસે ખેતરમાં હોત... કાશ હું તેમને ત્યાં જોઈ શકી હોત.'
તેમણે મને કહ્યું કે, તેઓ હંમેશા ધર્મેન્દ્રને કહેતા, "તમે તમારી સુંદર કવિતાઓ અને લેખો કેમ પ્રકાશિત નથી કરતા?" અને તેઓ જવાબ આપતા, "હમણાં નહીં... પહેલા મને કેટલીક કવિતાઓ પૂર્ણ કરવા દો." પરંતુ સમયે છલના કરીને અને તેમણે વિદાય લઇ લીધી. ." હેમા માલિનીએ આ સમયે કહ્યું કે, 'હવે અજાણ્યા લોકો આવશે... તેઓ તેમના વિશે લખશે, જ્યારે તેમના પોતાના શબ્દો ક્યારેય બહાર આવ્યા નહીં."
ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર શા માટે ખાનગી રાખવામાં આવ્યા?
ફિલ્મ નિર્માતાએ અહેવાલ આપ્યો કે, હેમા માલિનીએ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ખાનગી રાખવાનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર ક્યારેય ઇચ્છતા ન હતા કે કોઈ તેમને નબળી કે બીમાર સ્થિતિમાં જુએ. જો કે એ વાતનો અફસોસ છે કે તેમના ફેન્સ તમને અંતિમ વિદાય ન આપી શક્યાં. તેમણે પોતાના આંસુ લૂછતાં કહ્યું કે, જે થયું સારૂ થયું કારણ કે તેમના ફેન્સ તેમને એ હાલતમાં કદાચ ન જોઇ શકત..
ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન
8 ડિસેમ્બરે તેમનો 90મો જન્મદિવસ ઉજવવાના 15 દિવસ પહેલા, 24 નવેમ્બરે 89 વર્ષની વયે ધર્મેન્દ્રનું અવસાન થયું. અભિનેતા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને 10 નવેમ્બરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા હતા. ૨૪ નવેમ્બરે તેમના પરિવારના સભ્યો અને ફિલ્મ ઉદ્યોગના સાથીદારોની હાજરીમાં મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સલીમ ખાન અને શાહરૂખ ખાન અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મશાનગૃહમાં જોવા મળ્યા હતા.





















