ઉલ્લેખનીય છે કે, અત્યારે ઝરીન પર ઘાત બેઠી હોય એવુ લાગી રહ્યું છે. તાજેતરમાં જ ઝરીને તેના પૂર્વ મેનેજર અંજલિ સામે પણ ફરિયાદ નોંધાવી છે. આ મામલો પૈસાની લેવડદેવડનો છે.
3/5
માહિતી અનુસાર, બુધવારે સાંજે લગભગ 6 વાગે ગોવામાં અકસ્માતની ઘટના ઘટી, અભિનેત્રી ઝરીન ખાનની કાર ઉભી હતી ત્યારે એક બાઇક ચાલકે કારને જોરદાર ટક્કર મારી દીધી. દૂર્ઘટનામાં ઝરીન ખાન ઘાયલ થઇ ગઇ હતી. રિપોર્ટ્સ અનુસાર બાઇક ચાલક યુવાને હેલ્મેટ ન હતુ પહેર્યુ, જેના કારણે યુવકને માથાના માથે ગંભીર ઇજા પહોંચી લોહી નીકળ્યુ હતું.
4/5
ગંભીર રીતે ઘવાયેલા નિતેશ ગોરલ નામના આ યુવકને તરતજ હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો પણ રસ્તાં જ તેનુ મૃત્યુ થઇ ગયુ હતુ. આ મામલે ઝરીન ખાને હજુ સુધી કોઇ નિવેદન આપ્યુ નથી. દૂર્ઘટનાની તપાસ સીનિયર પીએસઆઇ વિશાલ માંજરેકર કરી રહ્યાં છે.
5/5
મુંબઇઃ બૉલીવુડ હૉટ અભિનેત્રી અને સલમાનની એક્ટ્રેસ તરીરે જાણીતી થયેલી ઝરીન ખાન હવે નવા વિવાદોમાં ફસાઇ છે, ઝરીન ખાને કારથી ટક્કર મારતા એક બાઇક ચાલક યુવાનનુ મોત થઇ ગયુ છે. આ એક્સિડેન્ટ ગોવામાં થયુ હોવાના રિપોર્ટ છે.