આ સુવિધા માટે તમારે વ્હોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. વ્હોટ્સએપ પર જાણકારી મેળવવા માટે મેક માઇ ટ્રિપનો 7349389104 નંબર પોતાના ફોનમાં સેવ કરવો પડશે. ત્યારબાદ મેક માઈ ટ્રિપ કોન્ટેક્ટ પર તમારો ટ્રેન નંબર ટાઈપ કરી સેન્ડ કરવું પડશે. ત્યાર બાદ તમે ટ્રેનનું લાઈવ સ્ટેટ્સની જાણકારી મેળવી શકશો. આવી જ રીતે પીએનઆર નંબર વ્હોટ્સએપ પર મેસેજ કરી, તમે પોતાની ટિકિટનો રિયલ ટાઈમ સ્ટેટસ પણ મળશે.
2/3
નવી દિલ્હી: જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોઉ તો ટ્રેનનું સ્ટેટસ જાણવા માટે ભારતીય રેલવે તમને હવે નવી સર્વિસ આપવા જઈ રહી છે. ટ્રેનનું લાઈવ સ્ટેટસ જાણવા માટે હવે 139 પર ડાયલ કરીને મેસજ કરવાની જરૂર નહીં પડે, ના તો પોતાના સ્માર્ટફોનમાં કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવું પડે, કારણ કે ટ્રેનની લાઈવ જાણકારી હવે તમે તમારા વ્હોટ્સએપ પર મેળવી શકશો.
3/3
યાત્રીઓ પોતાના વ્હોટ્સએપ પર ઓનલાઈનથી જાણી શકશે કે તેમની ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ શું છે, આગામી સ્ટેશન કયું છે અને ગત સ્ટેશન કયું હતું. આ તમામ જાણકારી વ્હોટ્સએપ પર મેળવી શકાશે. ભારતીય રેલવેએ મેક માઈ ટ્રિપ ટ્રાવેલ ફર્મ સાથે કરાર કર્યો છે જેના દ્વારા આ સુવિધા વ્હોટ્સેપ પર પૂરી પાડવામાં આવશે.