શોધખોળ કરો
Samsungએ ગેલેક્સી નોટ 7નું ઉત્પાદન સ્થગિત કર્યું, જાણો શું છે કારણ
1/5

અધિકારીએ જણાવ્યું કે, કામચલાઉ ધોરણે આ સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનના ઉપભોક્તા સુરક્ષા નિયામકોની સાથે સહયોગથી લેવામાં આવ્યો છે. સેમસંગે 2 સપ્ટેમ્બરે ગેલેક્સી નોટ 7નું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને વેચવામાં આવેલ ફોન બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
2/5

સેમસંગ દ્વારા રિપ્લેસ કરવામાં આવેલ ગેલેક્સી નોટ 7માં પણ આગ લાગવાની કેટલીક ઘટના સામે આવી છે. 5 ઓક્ટોબરે સાઉથવેસ્ટ એરલાઈન્સી લુઇસવિલેથી બાલ્ટીમોર જઈ રહેલ ફ્લાઈટમાં બોર્ડિંગ દરમિયાન ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. બ્રાયન ગ્રીન નામના પ્રવાસીએ 21 સપ્ટેમ્બરે નવો નોટ 7 ફોન ખરીદ્યો હતો. તેમણે ફોન ઓફ કરી દીધો હતો પરંતુ ત્યાર બાદ પોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
Published at : 10 Oct 2016 01:42 PM (IST)
View More





















