શોધખોળ કરો
iPhone યૂઝર્સ માટે ખરાબ સમાચાર, ભારતમાં સર્વિસ થઈ શકે છે બંધ!, જાણો કેમ?
1/5

ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો એમેરિકી કંપની એપલ પોતાના ફોનમાં આ એપને જગ્યા નહીં આપે તો તેને ફોન ભારતીય નેટવર્કમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ મામલે એપલનું કહેવું છે કે ડીએનડી એપ યૂઝર્સના કોલ અને મેસેજીસને રેકોર્ડ કરવાની પર્મિશન માંગે છે, તેનાથી યૂઝર્સની પ્રાઈવેસીને ખતરો છે. જણાવી દઈએ કે ડૂ નૉટ ડિસ્ટર્બ એપને લઈને ટ્રાઈ અને એપ્પલ આમને સામને આવી ચુક્યા છે.
2/5

ટ્રાઈ એ વર્ષ 2017માં એન્ડ્રોઈડ માટે એક ડીએનડી એપ લોન્ચ કરી હતી જે તેના માટે કામ કરશે. પરંતુ એપલે તેને પોતાના સ્ટોર પર જગ્યા આપી નથી. કંપનીએ ક્યારેય પણ થર્ટ પાર્ટીના એપ્સને પોતાના યૂઝર્સના કોલ લોગ અને મેસેજીસ રીડ કરવાની પર્મિશન આપી નથી અને તેને ભારત માટે પણ પોલિસી અપનાવવાનો નિર્ણય કર્યો છે.
Published at : 22 Jul 2018 04:51 PM (IST)
View More





















