ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપમાં હવે સ્ટીકર્સની શરૂઆત થઇ ગઇ છે, અને કંપની તેનો વ્યાપ વધારી રહી છે. આ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ બન્ને પર અપડેટ છે.
3/5
આ ફિચરને રિપ્લાય પ્રાઇવેટલી કહેવામાં આવશે અને આ અંતર્ગત વૉટ્સએપ ગ્રુપના મેસેજને પ્રાઇવેટ રિપ્લાય કરી શકો છો. અત્યારે પણ ગ્રુપ મેસેજનો રિપ્લાય કરી શકો છો, પણ આ ગ્રુપમાં દેખાય છે. આ નવા ફિચરથી યૂઝર સીધા તે મેસેજ દ્વારા સેન્ડર સાથે વાત કરી શકે છે.
4/5
આ ફિચર દરેક પ્રકારના વૉટ્સએપ ગ્રુપ લાગુ થશે અને જુના મેસેજનો રિપ્લાય પણ આ અંતર્ગત આપી શકાશે. WABetainfoના રિપોર્ટ અનુસાર વૉટ્સએપનું આ ફિચર એન્ડ્રોઇડ માટે આપવામાં આવતા બીટા વર્ઝન માટે આપવામાં આવ્યુ છે અને આગામી સમયમાં આને નોર્મલ વર્ઝનમાં પણ આપવામાં આવશે.
5/5
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવી રહેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં એક નવુ ફિચર એડ થયુ છે. આ ફિચર વિશે પહેલા પણ માહિતી આવી ચૂકી છે જે રિપોર્ટ્સના આધારે હતી, આ ફિચર અંતર્ગત યૂઝર્સ ગ્રુપ મેસેજનો પ્રાઇવેટ રિપ્લાય કરી શકશો.