એક વખત પેજ પર ગયા બાદ તમે એ તમામ ચેનલ્સની પસંદગી કરી શકોશો જેના માટે તમારે રૂપિયા ચૂકવવાના છે. બાદમાં દરેક ચેનલની કિંમત ચેક કરી શકો છો. ચેનલ પસંદ કર્યા બાદ ટોપ જમણી બાજુએ તમને દેખાશે. ત્યાર બાદ તમારે વ્યૂ સિલેક્શન પર ક્લિક કરવાનું રહેશે.
2/5
આગળના સ્ટેપમાં તમારે તમારા શહેરની પસંદગી કરવાની અને બાદમાં આગળ માટે ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ભાષા પસંદ કરવાની અને ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ ઝોનરની પસંદગી કરો જેમ કે સ્પોર્ટ્સ, મ્યૂઝિક, ન્યૂઝ વગેરે. હવે ચેનલ ટાઈમ જેમ કે SD કે HDની પસંદગી કરો અથવા બન્ને પર ક્લિક કરો. ત્યાર બાદ એ તમને ચેનલ પેજ પર લઈ જશે.
3/5
સૌથી પહેલા https://channel.trai.gov.in/index.html પર જવાનું રહેશે. ત્યાર બાદ ત્યાં પેજની વચ્ચે ગેટ સ્ટાર્ટેડ બટન દેખાશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારું નામ નાંખીને આગળ ક્લિક કરવાનું રહેશે.
4/5
તેના માટે ટ્રાઈએ એક નવી વેબ એપ્લિકેશન બનાવી છે જેને ચેનલ સેક્ટર કહેવામાં આવે છે. આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ ચેનલને કસ્ટમાઈઝ અને તેની કિંમત ચેક કરી શકે છે. પરંતુ પેક પસંદ કર્યા બાદ તમારે તમારા સર્વિસ પ્રોવાઈડર અથવા કસ્ટમર કેરનો સંપર્ક કરવાનો રહેશે. 31 જાન્યુઆરી છેલ્લી તારીખ છે જ્યાં તમે તમારા નવા DTH પ્લાન્સમાં ફેરફાર કરી શકો છો. પ્રોસેસ પૂરી કરવા માટે આ સ્ટેપ્સને કરો ફોલો.
5/5
નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીથી DTHના નવા નિયમ લાગુ થવાના છે જ્યાં તમે તમારી મરજીની ચેનલ પસંદ કરી શકશો તે પણ ઓછી કિંમત પર. પરંતુ એ પહેલા યૂઝર્સના મનમાં હજુ પણ અનેક સવાલ છે. ત્યારે અમે તમને તમામ મુશ્કેલીનો સમાધાન જણાવી રહ્યા છીએ. અહીં જે વેબ એપ્લિકેશન વિશે અમે તમને જણાવી રહ્યા છે તેની મદદથી તમે એ જાણી શકો છો કે કઈ ચેનલની કેટલી કિંમત છે અને તમે ક્યું પેક લઈ શકો છો.