શોધખોળ કરો
ગાંધીનગરઃ પારસા ગામમાં દલિતે કાઢ્યો વરઘોડો, દબંગોએ વરરાજાને ઘોડી પરથી ઉતારી દેવાતા બબાલ
1/4

દલિત યુવકના વરઘોડોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના કાફલા સાથે દલિત યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો. જેમાં લોકોએ ખુશ જોવા મળી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મહેસાણા વિઠ્ઠલાપુરમાં મોજડી પહેરવાને લઇને એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દેવામાં આવ્યો હતો.
2/4

અમદાવાદઃ ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગાંધીનગર જિલ્લાના માણસાના પારસા ગામમાં દલિત યુવકના લગ્ન હતા જેને અટકાવવામાં આવ્યા હતા. કારણ કે પારસા ગામમાં દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દલિત યુવકના લગ્નમાં સગા-સંબંધી સહિત હાજર સૌ કોઈ આ ઘટનાથી ચોંકી ગયા હતાં. જોકે બાદમાં પોલીસના હસ્તક્ષેપ બાદ દલિત યુવકનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો જેમાં સૌ કોઈ ખુશ જોવા મળ્યા હતાં.
Published at : 17 Jun 2018 03:57 PM (IST)
View More





















