ગાંધીનગરઃ ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજા સાથે સીધો સંવાદ કરવાના હેતુથી ‘ટિ્વટર ટાઉનહોલ’નો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ લોકોના સવાલોના જવાબો નહીં આપવાના કારણે આ કાર્યક્રમ એકદમ ફ્લોપ રહ્યો હતો. એક યુવકે રૂપાણીને પૂછ્યુ હતું કે, ગુજરાતમાં પાટીદારોને પોતાનો હક માંગતા કેમ રોકવામાં આવે છે? ત્યારે રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે, સરકાર ફિક્સ પે પોલિસી મુદ્દે ખુલ્લા મનથી વિચાર કરી રહી છે. ટ્વિટર પર લોકોએ પૂછેલા અલગ અલગ સવાલોના મુખ્યમંત્રી દ્ધારા એક જ પ્રકારના જવાબો આપવામાં આવ્યા છે.