આ સિવાય આશાબેન પટેલે ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને પણ નનૈયો ભણ્યો હતો. તેમણે કહ્યું કે સહકાર અને રાજનીતિ બંન્ને અલગ છે. સાથે જ લોકસભાની ચૂંટણી લડવા પર આશાબેન પટેલે કહ્યું કે ભાજપ અને કૉંગ્રેસ બંન્નેમાંથી તેમને લોકસભાની ટિકિટ આપવાની વાત કરી હતી. પરંતુ હવે જે પાર્ટી કહેશે તે કરવા માટે તૈયાર છે.
2/4
ઉંજામાં સંબોધન દરમિયાન આશા પટેલે કહ્યું કે હું સ્વમાનની ભૂખી વ્યક્તિ છું, મેં સ્વમાનની ખાતર બલીદાન આપ્યું છે. મારી અનેક રજૂઆતો બાદ પણ કોંગ્રેસે કોઇ પગલા લીધા ન હતા, કોંગ્રેસમાં મારું અપમાન થયું છે. આથી કાર્યકરોએ કહેવાથી મેં રાજીનામું આપ્યું છે
3/4
કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ આશાબેન પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કાર્યકર્તાઓના નિર્ણયને શિરોમાન્ય રાખીને તેમણે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે અને આવતીકાલે ભાજપના કલસ્ટર સંમેલનમાં ભાજપમાં જોડાશે.
4/4
ગાંધીનગર: કૉંગ્રેસના ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે આખરે કાર્યકર્તાઓના નિર્ણયને શિરોમાન્ય રાખીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. તેના બાદ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે પહોંચી ગયા હતા અને મુલાકાત બાદ નીતિન પટેલે કહ્યું કે પક્ષમાં આશાબેનનું સ્વાગત છે. હવે આવતીકાલે ભાજપના ક્લસ્ટર સંમેલનમાં ભાજપના મોવડી મંડળ સાથે વાત કરીને તેઓ ભાજપનો કેસરીયો ધારણ કરશે.