શોધખોળ કરો
આનંદીબેન અને અમિત શાહ વચ્ચે બે કલાક સુધી ચાલેલી બેઠકમાં શું થઈ ચર્ચા?
1/4

સૂત્રો મુજબ અમિત શાહ અને બેન વચ્ચે હાલમાં પ્રજાને કનડતા પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. રાજ્યમાં હાલ પાક નિષ્ફળ જવો, પાક વીમો, સિંચાઈનું પાણી, બેરોજગારી, આશાવર્કરોમાં આક્રોશ, ફિક્સ પગારદારો, ફી વધારાને તેમજ નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના રોષ જેવા મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.
2/4

સૂત્રોના કહેવા પ્રમાણે 150 બેઠક મેળવાનું લક્ષ્યાંક પૂરું કરવા માટે ભાજપ જોર લગાવી રહ્યું છે. આ રણનીતિમાં આનંદીબેનનું કદ અને વજન વધ્યું છે અને ઉમેદવારોની પસંદગીમાં બેનનો હાથ ઉપર રહેવાનો છે. એટલું જ નહીં, બેઠકમાં દિવાળી પહેલાં જનતા ખુશ થાય તેવા નિર્ણય લેવા અંગે ગંભીર ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Published at : 03 Oct 2017 10:39 AM (IST)
View More























