શોધખોળ કરો
ઉંઝા કોંગ્રેસના MLA આશાબેન પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું, જાણો વિગત
1/6

2/6

3/6

નોંધનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત આવશે. રાહુલ ગાંધી 15 અને 16 ફેબ્રુઆરીએ મહેસાણા આવશે. ઉત્તર ગુજરાતથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. મહેસાણા જિલ્લામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
4/6

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. ઉંઝા એપીએમસીની આગામી એપ્રિલ માસમાં ચૂંટણી યોજાનાર છે. જેથી બન્ને પક્ષો હાલ ચૂંટણીને લઇને સતર્ક થઈ ગયા છે.
5/6

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ હતા. નારાજ ચાલી રહેલા આશાબેને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત આશાબેન પટેલે રાહુલ ગાંધીના જ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
6/6

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલના રાજીનામાંને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું છે. આશાબેને સ્વેચ્છાએ જ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Published at : 02 Feb 2019 12:20 PM (IST)
View More





















