શોધખોળ કરો
વાપી: બર્થડે પાર્ટીમાં બે જુથ વચ્ચે થઈ બોલાચાલી, બદલો લેવા કર્યું આવું
1/5

અચ્છારથી દોઢ કિમી પહોંચતા નિમેષ તન્નાએ તેની કારથી પ્રતીકની કારને ટક્કર મારી આગળ નીકળી ગયો હતો. જે બાદ પ્રતીક કારને રોકી નુકસાન જોવા માટે નીચે ઉતર્યો હતો. તે દરમિયાન નિમેષે ફરી કારને ટર્ન મારી પ્રતીકને ટક્કર મારી હતી. જેમાં પ્રતીકને પગના ભાગે ગંભીર ઇજા થતા તેના મિત્રો તેને રસ્તાની સાઇડ ઉપર લઇ જઇ રહ્યા હતા. તે જ સમયે નિમેષે બીજીવાર કારથી પ્રતીકને કચડવા આવતા તેના મિત્રો સાઇડ પર હટી ગયા હતા. પ્રતીક ઉપર કાર ચઢાવતા તેને ગંભીર હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
2/5

મૃતકના મિત્ર પરમજીત સિંહે કહ્યું કે, પ્રતીકને પગમાં ઇજા થતા તેને રસ્તાની સાઇડમાં લઇ જતા હતા. તે દરમિયાન નિમેષ ફરીવાર કાર ટર્ન મારીને આવ્યો. બધા મિત્રો સાઇડ હટી ગયા તો મેં તેને બચાવવા માંગતો હતો પણ મને માથાના ભાગે ઇજા થતા ફેંકાઇ ગયો હતો.
Published at : 16 Jan 2018 10:10 AM (IST)
View More























