શોધખોળ કરો
ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર યથાવત, ઊના પંથકમાં દોઢ કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
1/3

શુક્રવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ હતી. જેને કારણે ગીર પંથકમાં વહેતી માલગામની સાંગાવાડી, ડોળાસાની ચંદ્રભાગા, સીમાસીની રૂપેણ, માઢગામની નદી, હિરણ, સરસ્વતી, કરકરી, મચ્છુન્દ્રી, રાવલ, શાહી, બાબરીયા નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ચીખલીનો પાંચપીપળવા, વેરાવળનો હિરણ-2, કોડીનારનો શીંગવડા, ઊનાનો રાવલ અને બાંટવાનો ખારા ડેમ ઓવરફ્લો થયા હતા.
2/3

શુક્રવારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને વરસાદે ધમરોળ્યું હતું. વેરાવળ, સાવરકુંડલા, તાલાલા, અમરેલી જિલ્લાનાં મોટાભાગનાં ગામડાં, માળિયાહાટિના, કોડીનાર અને આસપાસના વિસ્તારો, વિસાવદર, માંગરોળ, મેંદરડા, જૂનાગઢ શહેર, સૂત્રાપાડામાં બેથી ત્રણ કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્તાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. ગરબાનાં મેદાનોમાં પાણી ભરાઈ ગયાં હતા. કેટલાક સ્થળે નવરાત્રીનાં મંડપોને પણ નુકસાન પહોંચ્યું હતું. ભાવગરના પાલીતાણા પંથકમાં પણ મેઘમહેર યથાવત રહી હતી. અમરેલી જિલ્લાના રાજુલા-બાબરામાં દોઢ ઇંચ, ધારી-લાઠીમાં એક ઇંચ, અમરેલી-લીલીયા, વડીયા સહિતના શહેરોમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. વાડી ખેતરો પાણીથી તરબતર થઇ જતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.
3/3

ગાંધીનગરઃ પ્રથમ નોરતાથી રાજ્યમાં જાણે કે ચોમાસું જામ્યું હોય એમ છેલ્લા છ દિવસથી વરસાદ ચાલુ છે. અમરેલી જિલ્લાના રાજુલામાં સાડા ત્રણ ઈંચ, બગસરા અને મહુવાના ગ્રામ્યવિસ્તારોમાં અઢી ઈંચ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બે ઈંચ સુધી નોંધાયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના ઊના પંથકમાં આભ ફાટ્યું હોય એમ દોઢ કલાકમાં 5 ઈંચ વરસાદ પડી જતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં. વ્યાપક વરસાદને કારણે બાબરીયા નદી અને રૂપેણ નદીમાં પૂર આવ્યા હતા. જેને કારણે રાવલ ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા.
Published at : 08 Oct 2016 07:57 AM (IST)
View More





















