શોધખોળ કરો
BSNL સિમ કાર્ડ વિનાનો મોબાઈલ ફોન લોંચ કરશે, જાણો ગુજરાતમાં ક્યા વિસ્તારોમાં થશે શરૂઆત?
1/5

બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 45થી 600 જીબી સુધીના સસ્તા પડે તેવા હાઈસ્પીડ કોમ્બો પ્લાન્સ અને લેન્ડ લાઈન પ્લાન શરૂ કરવામાં આવ્યા છે. વધુ સ્પીડ અને બધાં જ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવશે. 6 મહિના બાદ રેગ્યુલર કોમ્બો પ્લાનમાં તેને તબદિલ કરવામાં આવશે. ખાસ સુવિધામાં બીએસએનએલ દ્વારા સ્વિંગ્સ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. આ સુવિધા માટે કોઈ સિમ કાર્ડની જરૂરત નથી.
2/5

વલસાડ: વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા અને દમણ, દાનહમાં બીએસએનલ દ્વારા સિમ કાર્ડ વિનાની મોબાઇલ ફોન સેવા શરૂ કરી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ સુવિધા સ્વિંગ્સ એપ્લિકેશનના નામે 1 ઓગષ્ટ 2018થી શરૂ કરવામાં આવશે. જેનું માત્ર રજિસ્ટ્રેશન કરાવી સિમકાર્ડ વિના જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે. લેન્ડ લાઈન પર આવતા ફોન પણ મોબાઇલ પર કનેક્ટ થઈ શકશે.
Published at : 22 Jul 2018 10:33 AM (IST)
Tags :
Mobile PhonesView More





















