શોધખોળ કરો
ગુજરાતના મંદિરો પણ બન્યા કેશલેશ, આ ટોચના મંદિરોમાં ઈ-વોલેટથી ચડાવી શકાશે ચડાવો
1/4

રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
2/4

આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
Published at : 28 Nov 2016 01:26 PM (IST)
View More





















