હોટલમાં આત્મહત્યા કરીને મરતા પહેલા સુસાઈડ નોટમાં આરોપી તરીકે લખેલ યુવતી હાલ એમસબીબીએસમાં અભ્યાસ કરે છે. જેને કારણે યુવકે ગળેફાંસો ખાઈને તેને મોતને વહાલું કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
2/4
3 જુલાઈના રોજ MBBSમાં ભણતી યુવતીનો બર્થ-ડે હતો અને તે જ દિવસે દિનેશ પ્રજાપતિએ આપઘાત કરીને ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. યુવકે આપઘાત કરતાં પહેલા ફેસબુક પર અંગત પળોની તસવીરો અને વોટ્સએપમાં ચેટીંગ કર્યું હતું તેના સ્ક્રીન શોર્ટ્સ પણ મૂક્યા હતાં.
3/4
સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામનો યુવાન પ્રજાપતિ દિનેશ એક કંપનીમાં ફરજ બજાવતો હતો. જોકે રાત્રે રાધનપુરની હોટલમાં રોકાઈને પોતાની પ્રેમીકા અને પ્રેમીકાના પરિવારજનોની પજવણીને લઈને ફેસબુક પર પ્રેમીકા સાથે કરેલ અંગત વોટ્સએપનું ચેટીંગ ફોટા શેર કર્યા હતા. યુવકને અભ્યાસ કરતી યુવતી સાથે સંબંધ પણ બંધાયા હતા.
4/4
પાટણ: ‘MBBSમાં ભણતી યુવતીએ મને પ્રેમજાળમાં ફસાવી ઉઘાડી લૂંટ ચલાવી, મારી જીંદગી હરામ કરી નાખી, મને ક્યાંયનો ન રાખ્યો એટલે મારે મોતને વહાલું કરવું પડ્યું’ આ દિનેશ પ્રજાપતિના અંતિમ શબ્દો છે. ફેસબુકમાં વિગતવાર સુસાઈડ નોટ લખીને રાધનપુરની હોટલમાં યુવકે આપઘાત કર્યો હતો.