મંગળવારે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં 541.2 મીમી વરસાદ સામે માત્ર 274.7 મીમી વરસાદ પડ્યો છે, એટલે કે 49 ટકા વરસાદની ઘટ છે.
2/4
હવામાન વિશેષજ્ઞના જણાવ્યા મુજબ, વરસાદ માટે બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સિસ્ટમ હોવી જરૂરી છે. હાલમાં ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં વરસાદી ઝાપટા કે હળવો વરસાદ પડી શકે છે પરંતુ, ભારે વરસાદની શક્યતા નહિવત છે.
3/4
આગામી દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો કયાંક હળવો વરસાદ પડી શકે છે. હાલમાં વરસાદ લાવે તેવી કોઇ લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 15 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.
4/4
અમદાવાદઃ રાજ્યની જનતા અને ખેડૂતો માટે માઠા સમાચાર છે. 8 વર્ષ પછી ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો 467.6 મીમી વરસાદ પડ્યો છે. હાલ રાજ્યમાં સિઝન દરમિયાન 20 ટકા અને અમદાવાદમાં 49 ટકા વરસાદની ઘટ છે. 2009માં 649.4 મીમી વરસાદ પડ્યો હતો.