શોધખોળ કરો
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1/4

રાજ્યમાં સોમવારે સવારના ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૪ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૯ ઇંચ અને પારડી, વાપી તથા ઉમરગામ તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ૭ ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં ૬ ઇંચ, તાપીના ડોલવણમાં ૬ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ અને નવસારીના ચીખલી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
2/4

આગામી બે દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સાબદું છે. અધિકારીઓ ફરજ પર તહેનાત છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને આગોતરાં પગલાં તરીકે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
Published at : 26 Jun 2018 07:43 AM (IST)
View More





















