માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમરાડ ઉઠી હતી. આથી તે છાપને હાલની સરકાર દૂર કરવા માગે છે. મુખ્યપ્રધાને પદભાર સંભાળ્યા બાદ IAS-IPS સહિતનાં ટોચનાં અધિકારીઓની મીટીંગમાંજ ભ્રષ્ટાચાર બંધ કરાવોની કડક સૂચના અપાઈ હતી.
2/5
સામાન્ય માણસને કોઈ કામ માટે કોઈ પણ જગ્યાએ લાંચ આપવી ન પડે તેવા ભ્રષ્ટાચાર મુક્ત શાસન રહે તે માટે કક આદેશ અપાયા હતા. જેને લઈને તમામ જિલ્લાઓમાં પોતાની ફરજમાં ગેરરીતિ કે શિથિલતા દર્શાવનારા કર્મચારી-અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી થયું હતું. જેમાં 3434 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
3/5
આ સફાઈ ઝુંબેશ અંતર્ગત પોલીસ દળના 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 23 આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, 151 હેડ કોન્સેટબલ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય 725 કર્મચારીઓની બદલી અન્યત્ર કરવામાં આવી છે.
4/5
મહેસુલ અને પંચાયત વિભાગની વાત કરીએ તો, 33 જિલ્લાઓમાં 743 નાયબ મામલતદારો, 987 રેવન્યુ અને પંચાયત તલાટીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત 36 ચીટનીશ-નાયબ ચીટનીશ સામે દંડાત્મક કાર્યવાહી કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.
5/5
અમદાવાદઃ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારમુક્ત વહીવટ કરવા માગે તેવું બતાવવા માટે સરકારે એક સાથે વર્ગ-3ના 3434 કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે. વહીવટમાં પારદર્શિતા સાથે રાજ્યભરમાં પ્રશાનસ તંત્રો, જિલ્લા પંચાયત તંત્ર અનો પોલીસ સહિતના વિભાગોની સમીક્ષા હાથ ધરાયા બાદ આ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.