દરમિયાન મોડી રાત્રે પેટના ભાગે દુખાવો ઉપડતાં તેણે માતાને આ અંગે ફરિયાદ કરી હતી. જેથી પરિવારજનો તેને બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. અહીં તપાસ દરમિયાન તેના પર બળાત્કાર થયો હોવાનું સામે આવતાં પોલીસને જાણ કરતાં પોલીસ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પરિવારની ફરિયાદને આધારે પોલીસે આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી છે.
2/4
બોટાદઃ બરવાળાના તાલુકાના રેફડા ગામે 16 વર્ષીય સગીરા પર પશુ ડોક્ટરે બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાને ઘરે મૂકી જવાનું કહીને અવાવરું જગ્યાએ લઈ જઈ ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો હતો. હાલ સગીરાની ફરિયાદને આધારે પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
3/4
આ પછી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. સાંજ સુધી દીકરી ઘરે પરત નહીં ફરતાં તપાસ હાથ ધરી હતી. અંતે રાતે નવ વાગ્યાની આસપાસ દીકરી ઘરે આવતાં પરિવારે તેની પૂછપરછ કરી હતી. જોકે, બળાત્કાર પછી ડઘાઇ ગયેલી સગીરાએ પરિવારને આ અંગે કંઇ પણ કહ્યું નહોતું.
4/4
બરવાળા તાલુકાના રેફડા ગામે વાડી ભાગવી રાખી ખેતી કરતાં પરિવારની 16 વર્ષીય દીકરી ગઈકાલે વાડીથી ઘરે એકલી પરત ફરી રહી હતી, ત્યારે બાજુના ચાંચરિયા ગામે પશુ ડોક્ટર તરીકે કામ કરતા ડોક્ટર હરેશભાઈ ભરવાડ ત્યાંથી પસાર થતાં હતા. દરમિયાન એકલી જતી આ કિશોરીને હું તને તારા ઘરે મૂકી જાવ કહી પોતાની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.